ભાવનગરના ગંગાજળીયા પોલીસ મથક, પાલીતાણા ટાઉન અલંગ પોલીસ મથક અને અમરેલીના લાઠી પોલીસ મથકમાં નોંધાયેલ અલગ અલગ ગુનામાં વોન્ટેડ ચાર આરોપીઓને એલ.સી.બી.ટીમે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.
ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક પી.એલ. માલ ભાવનગર, લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સ. ડી.એમ. મિશ્રા એન.જી.જાડેજા પો.સબ ઈન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં ફરતા આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ જે સુચના મુજબ ભાવનગર, એલ.સી.બી. સ્ટાપનાં માણસોએ ગંગાજળીયા પો.સ્ડટે. ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૭, ૪૬૮ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં ફરતા આરોપી નિલેશ હરદાસમલ સંતવાણી સીંધી રહે. એસ. ૨ સુખરામ દરબાર પાછળ અંબિકા એક્રલ કુબેરનગર અમદાવાદ (૧) પાલીતાણા ટાઉન પો.સ્ટે. પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ ઈ.પી.કો. કલમ ૪૫૭, ૩૭૯, ૪૨૭ ઈ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનાં ગુન્હાનાં કામે નાંસતા ફરતા આરોપી સાહિલ ઉર્ફે સાયલો ઈકબાલભાઈ ઉર્ફે ઈનુસ કુરેશી ઉ.વ.૨૬ રહે. શેરી નં.૬, મોતીતળાવ, કુંભારવાડા ભાવનગર અલંગ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર. એક્ટ કલમ ૬૫ એફ મુજબનાં ગુન્હાનાં કામે નાંસતા ફરતા આરોપી જયવંતસિંહ ઉર્ફે ભૂપતસિંહ ઉર્ફે ભૂબો અજીતસિંહ ગોહિલ ઉ.વ.૪૫ રહે. ખદરપર તા.તળાજા અમરેલી જીલ્લાનાં લાઠી પો.સ્ટે. ઈ.પી.કો. કલમ ૩૭૯, ૪૪૭, ૧૧૪ મુજબનાં ગુન્હામાં નાસતા ફરતા આરોપી વિનુભાઈ દેવજીભાઈ પંચાસરા રહે મુળ ખોડવદરી તા.ગારીયાધાર જી.ભાવનગર વાળાને એલ.સી.બી. ટીમે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઈન્સ. ડી.એમ. મિશ્રા તતા એલ.સી.બી.સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ, રાકેશભાઈ ગોહેલ, પ્રદ્યુમનસિંહ ગોહિલ, ભયપાલસિંહ ચુડાસમા, પૃથ્વીરાજસિંહ ગોહિલ, જીતેન્દ્રસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ સરવૈયા, અજયસિંહ વાઘેલા, ઈમ્તીયાઝખાન પઠાણ, મીનાજભાઈ ગોરી, જયદિપસિંહ ગોહિલ, શક્તિસિંહ ગોહિલ, હારિતસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ સરવૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.
.