ગારીયાધારના મોટા ચારોડીયા ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતાં ૬ ઈસમોને ગારીયાધાર પોલીસે પૂર્વ બાતમી રાહે રેડ કરી ઝડપી લીધા હતા જ્યારે એક શખ્સ નાસી જવામાં સફળ રહ્યો હતો.
ગારીયાધાર પોલીસ સ્ટેશનના એસ.પી.અગ્રાવત તથા પો.કો.શક્તિસિંહ સરવૈયા, પો.કો.કમલગીરી ગોસ્વામી, પો.કો. વિજયભાઈ એમ, પો.કો.ગીરીરાજસિંહ સરવૈયા વિ.પોલીસ સ્ટાફનાં માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સાથેનાં કો.શક્તિસિંહ જયવંતસિંહ સરવૈયાને ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે ગારીયાધારથી મોટા ચારોડીયા જવાનાં સીમ (વાડી)વિસ્તારમાં જવાનાં રસ્તા પાસે આવેલ સુરેશભાઈ જગજીવનભાઈ જીવાણીની વાડીનાં વડલા નીચે ખુલ્લી જગ્યામાં બેસી અમુક ઈસમો જાહેરમાં પૈસા પાના વતી તીનપત્તી હારજીતનો જુગાર રમી રમાડતાં હોય તેવી હકિકત મળતાં તુરત જ હકિકત વાળી જગ્યાએ રેડ કરતા દિનેશભાઈ જેન્તીભાઈ ઘેલાણી બારોટ, રે. ગારીયાધાર, ભૂપતભાઈ ભીમાભાઈ રાઠોડ રહે ગારીયાધાર, દિનેશભાઈ લાખાભાઈ સોલંકી રે. ગારીયાધાર, જગદીશભાઈ ભરતભાઈ ઢોકેચા રે. વીરડી ગામ, અશરફભાઈ કાસમભાઈ ચૌહાણ રહે ગારીયાધાર, ગોવિંદભાઈ બાલાભાઈ પડચારીયા રહે ગારીયાધાર, વિજયભાઈ ઉર્ફે ભોગળ ભોળાભાઈ ટોટા રહે ભરવાડ શેરી ગારીયાધાર વાળો નાસી ગયેલ. જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં પટ્ટમાંથી ગંજીપતાનો કેટ રોકડ રૂપીયા ૩૩,૪૨૦ તથા મો.ફોન નંગ ૦૬ જેન કિંમત રૂપિયા ૧૩,૭૦૦ તથા ત્રણ મો.સા. જેની કિંમત રૂપિયા ૪૦,૦૦૦ કુલ ટોટલ કિમત રૂપીયા ૮૭,૧૨૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ ૧૨ મુજબ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં પો.કો. શક્તિસીંહ સરવૈયા એ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ એક નાસી ગયેલ ઈસમને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ.