પિલગાર્ડનની અંદર તીનપત્તીનો જુગાર રમતાં ૫ ગેમ્બલર ઝડપાયા

1225

શહેરના પિલગાર્ડનની અંદર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં પાંચ ગેમ્બલરોને નીલમબાગ પોલીસે બાતમી રાહે રેડ કરી ઝડપી લીધા હતા.
નિલમબાગ પોલીસ સ્ટેશનના એએસઆઈ યુવરાજસિંહ બી. ગોહિલ પો.કો. રાજેન્દ્રભાઈ આહિર પો.કો.જીગ્નેશભાઈ મારૂ, પો.કો. મુકેશભાઈ મહેતા પો.કો રૂપદેવસિંહ રાઠોડ, પો.કો. સંજયસિંહ ઝાલા વિ.પોલીસ સ્ટાફનાં માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે પાનવાડી પીલગાર્ડન અંદર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં શૈલેષભાઈ કાનજીભાઈ મકવાણા, મુકેશભાઈ પુનાભાઈ મકવાણા, કપીલભાઈ ચંદુભાઈ જમોડ, અનીલભાઈ ભનુભાઈ બારૈયા, અશોકભાઈ મનજીભાઈ કામ્બડ., રહે તેમામ ભાવનગરવાળાને જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં પટમાંથી ગંજીપતાનો કેટ રોકડા રૂપીયા ૨૭,૪૦ તતા મો.ફોન નંગ -૦૪ તેની કિંમત રૂા.૪૫,૦૦ કુલ ટોટલ કિંમત રૂા.૭,૨૪૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરાવી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ.

 

Previous articleઅનામત : ૨૫ ઓગસ્ટથી હાર્દિક ઉપવાસ ઉપર
Next articleકૈલાસ માનસરોવરની યાત્રા બનશે સરળ : મનસુખભાઈ માંડવિયા