CM વિજય રૂપાણીની ખેડૂતલક્ષી મહત્વની જાહેરાત કરી. ખેડૂતોને ઉતાવળે કપાસ ન વેચવા અપીલ કરી છે. કહ્યુ કે ટેકાના ભાવથી નીચા ભાવ જશે તો પણ સરકાર ખરીદી કરશે. ઉલ્લેખનીય છે કે આ વખતે પડેલ વરસાદને પગલે મોટાભાગના ખેડુતોનો પાક બળી ગયા છે અને આર્થીક રીતે પણ ખેડુતોને બહું મોટુ નુકસાન થયુ છે ત્યારે આજે રાજ્યસરકાર ખેડુતોની વહારે આવી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે ગાંધીનગર ખાતે યોજાયેલ એક બેઠક દરમિયાન જાહેરાત કરી હતી કે ખેડુતોએ કપાસે વહેંચવામાં ઉતાવળ ના કરવી. મુખ્ય પ્રધાન રૂપાણીએ વધુમાં એમ પણ જણાવ્યુ હતુ કે ખેડુતોને કદાચ ચોક્કસ ભાવ નહીં મળી રહે તો સરકાર ચોકક્સ તેમને મદદ કરશે અને ટેકાના ભાવમથી કપાસ ખરીદશે. સરકારની આ જાહેરાતને પગલે ગુજરાતનાં ખેડુતોમાં આનંદ ની લાગણી ફેલાઇ છે.