ભાવનગર જિલ્લાના ઘોઘા અને ભાવનગર તાલુકાના ૧૨ ગામના ખેડૂતો છેલ્લા ૮ મહિના ને ૨૨ દિવસથી આંદોલન ચલાવી રહયા છે,છેલ્લા ૩૫ દિવસથી પ્રતીક ધારણા,અને ઉપવાસનો આજે ૬ ઠો દિવસ છે ત્યારે સરકાર કે અધિકારીઓ દ્વારા ખેડૂતોને કોય પ્રતિભાવ નથી આપ્યો,ખેડૂતો વિરોધી સરકારી નીતિ સામે ખેડૂતોની વ્યાજબી માંગણી હોવા છતાં ખેડુતની વાત સાંભળવા કોઈ તયાર નથી ત્યારે આજે અનશન છાવણી ની મુલાખાતે,કૉંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી અને સૌરાસ્ટના પ્રભારી જીતેન્દ્રભાઈ બઘેલજી,ભાવનગર જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ,ધારાસભ્ય પ્રવીણભાઈ મારું,અને કનુભાઈ બારૈયા,જિલ્લા કૉંગ્રેસ ના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ વાળા,રાજુભાઇ મહેતા, ઘોઘા તાલુકા પંચયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર) ઘોઘા તાલુકા કૉંગ્રેસ સમિતિ પ્રમુખ રેવતસિંહ ગોહિલ,જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન પ્રહલાદસિંહ ગોહિલ,જિલ્લા પંચાયત પૂર્વ વિપક્ષના નેતા પી.એમ.ખેની,નાનુભાઈ ડાખરા સહિતના આગેવાનોએ મુલાકાત કરી,આગામી દિવસોમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ આદરણીય રાહુલ ગાંધીજી આવશે અને ખેડૂતોની મુલાકાત કરશે. તેમ જણાવ્યું હતું.