રાજુલા જાફરાબાદ નાગેશ્રી હેમાળ પંથકમાં ધીમીધારે ૧ થી ૧।। ઈંચ મેઘરાજાનું બીજા રાઉન્ડમાં આગમન થતા ખેડુતોએ વાવણી કરેલ બીયારણને જીવતદાન ખુશીનો માહોલ રાજુલા, જાફરાબાદ, નાગેશ્રી વઢેરા, હેમાળ ટીંબી સહિત બાબરીયા વાડમાં મેઘરાજાના બીજા રાઉન્ડનમાં ખેડુતોએ કરેલ વાવણીમાં કરોડો રૂપિયાના ખર્ચે ખાતર બિયારણને મળ્યુ જીવતદાન ખેડુતોમાં ખુશીનો માહોલ બપોરથી શરૂ થતા ધીમી ધારે વરસાદ એકથી ૧।। ઈંચ નોંધાયો જે તસ્વીરમાં નજરે પડે છે પણ હજી તમામ ડેમો જેવા કે ધારેશ્વર ૧, અને ૨ તેમજ રાયડી ડેમ તેમજ અન્ય ડેમોમાં કાંકરા ઉડે છે જે ખેડુતોમાં ચીંતાનો માહોલ પણ જોવા મળે છે સારા ધોધમાર વરસાદની આશા સેવાઈ રહી છે.