ત્રિપુટીઓના ધરણા સમક્ષ રાજયમાં દારૂબંધીના કાર્યક્રમો યથાવત રહેશે

1238

ગાંધીનગરમાં મહિલાના ઘરમાં દારૂના મામલે જનતા રેડ કરનારા હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશ સામે પોલીસે ગુનોં નોંધ્યો છે. જોકે, તેઓ સામે ચાલીને એસપી ઓફિસે પોતાની ધરપકડ કરાવવા માટે પહોંચ્યા હતા. પરંતુ પોલીસ તેમની ધરપકડ કરવાનો ઇન્કાર કર્યો હતો. બાદમાં ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ એસપી કચેરીમાં ધરણા ઉપર બેઠાં હતા.યુવા નેતાઓએ માંગ કરી હતી કે જ્યાં સુધી પોતાની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ એસપી કચેરીની બહાર નહીં જાય. તેમના ધરણામાં કોંગ્રેસના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ સહકાર આપ્યો હતો. બીજી તરફ ગાંધીનગર એસપી વિરેન્દ્ર યાદવે પ્રેસકોન્ફરન્સ કરીને માહિતી આપી હતી અને આ કેસની તટસ્થ તપાસ થાય તે માટે વિશ્વાસ પણ આપ્યો હતો. ગાંધીનગર એસપી સાથેની બીજી વખતની મુલાકાત બાદ યુવા નેતાઓએ પોતાના ધરણા સમાપ્ત કર્યા હતા. યુવા નેતાઓએ કહ્યું, દારૂબંધીના કાર્યક્રમો રાજ્યભરમાં યથાવત રાખવામાં આવશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે જ્યાં સુધી અમદાવાદમાં રથયાત્રા છે, ત્યાં સુધી જનતા રેડ નહી કરવામાં આવે.
શહેરના સોલા વિસ્તારમાં બનેલા લઠ્ઠાંકાડની ઘટના બાદ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, જીગ્નેશ મેવાણી તથા પાસનાં અધ્યક્ષ હાર્દીક પટેલે ટોળા સાથે પહોંચી જઇને ગાંધીનગર સેકટર-૨૭ એસપી ઓફિસ સામેનાં એક મકાનમાં રેડ પાડી હતી. આ ઘટના બાદ આજે સવારે ગાંધીનગરના સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનમાં ત્રણેય યુવા નેતાઓ વિરૂધ ગેરકાયદેસર રીતે ઘરમાં ઘુસવાનો અને ટ્રેસ પાસિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ત્રણેય નેતાઓ એકઠા થઈને ગાંધીનગર જીઁ ઓફિસ પર સામેથી હાજર થયા હતા.
પરંતુ પોલીસ તેમની ધરપકડ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જોકે હવે આ ત્રણે નેતાઓ જીદે ભરાયા છે. પોતાની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ એસપી કચેરીમાં ધરણા ઉપર બેઠાં હતા. તેમની માંગણી હતી કે, જ્યાં સુધી પોતાની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ એસપી કચેરીની બહાર નહીં જાય. તેમના ધરણામાં કોંગ્રેસના વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ સહકાર પુરાવીને ધરણા પર બેઠા હતા. બીજી તરફ ગાંધીનગર એસપી વિરેન્દ્ર યાદવે પ્રેસકોન્ફરન્સ કરીને માહિતી આપી હતી અને આ કેસની તટસ્થ તપાસ થાય તે માટે વિશ્વાસ પણ આપ્યો હતો.

 

Previous articleરાજુલા અને જાફરાબાદ પંથકમાં ધીમી ધારે મેઘ મહેર
Next articleદરેક શાળામાં બાળકોની સુરક્ષા માટે સમિતિની રચના કરવા આદેશ