ગુજરાતઃ ક્રીમીલેયરની મર્યાદા રૂ.૬ લાખથી વધી ૮ લાખ થઈ

677
guj5102017-9.jpg

રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ ઉચ્ચ સ્તરનુ શિક્ષણ મળી રહે તે માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાને અન્ય પછાત વર્ગો, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો પૈકી ઉન્નતવર્ગમાંથી બાકાત રાખવા માટેની આવક મર્યાદા ૬ લાખ રૂપિયાથી વધારીને ૮ લાખ કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો પૈકી ઉન્નતવર્ગમાંથી બાકાત રાખવા માટેની આવક મર્યાદા ૬ લાખ નિશ્ચિત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે આ મર્યાદા વધારીને ૮ લાખ કરી છે અને તે અનુસાર રાજ્ય સરકાર દ્વારા પણ આવક મર્યાદા ૬ લાખ રૂપિયાથી વધારીને ૮ લાખ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેનો અમલ તારીખ ૧/૯/૨૦૧૭થી થશે. રાજ્ય સરકારની નોકરીઓ તેમજ ઉચ્ચ શિક્ષણ માટેની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ વખતે અનામતના લાભ માટે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે. આનો લાભ લાખો વિદ્યાર્થીઓને થશે. ઉન્નત વર્ગ માટેની આવક મર્યાદા સિવાયની અન્ય શરતો અને જોગવાઈઓ યથાવત રહેશે.

Previous articleકપાસના ભાવ ટેકાના ભાવથી નીચા જશે તો પણ રાજ્ય સરકાર ખરીદશે
Next articleવડાપ્રધાનને સત્કારવા વડનગરને રોશનીથી શણગારાયું