ગાંધીનગર શહેરમાં રખડતા-ભટકતા ઢોરના સમસ્યા નવેસરથી અને દિવસે-દિવસે વકરી રહી છે. ખાસ કરીને નગર પાસેના વાવોલ-ગોકુળપુરા રોડ પર માર્ગ વચ્ચે બેસી રહેતા ઢોરના કારણે વાહન ચાલકો પરેશાન થઇ ગયા છે. રસ્તા વચ્ચે આરામ ફરમાવતા ઢોરના કારણે વાહનો સાથે અકસ્માત થઇ શકે છે. તંત્રની ઢોર પકડ પાર્ટી દ્વારા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવે છતાં જૈસે થે જેવી સ્થિત જોવા મળી રહી છે.
ઉપરાંત શહેરના શાકમાર્કેટની બહાર ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. જેથી માર્કેટમાં ખરીદી કરવા આવતાં નાગરિકોને હાલાકી થઇ રહી છે. જ્યોતિ મહિલા મંડળના પ્રમુખ ચેતના બુચે જણાવ્યું હતું કે, શાકમાર્કેટની બહાર ઢોરનો ત્રાસ વધી રહ્યો છે.
આ ઢોરોએ ઘણા લોકોને ઘાયલ પણ કર્યા હતાં. સેકટર ૨૧, ૭ અને ૨૪ના શાકમાર્કેટમાં બહાર રખડતા ઢોરના કારણે ખરીદી કરવા આવતાં નાગરિકો હાલાકી પડી રહી છે.