તમાકુ નિયંત્રણ સ્ક્વોર્ડે ઘોઘા ગામે દરોડો પાડ્યો

1003
bvn282017-1.jpg

તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” નું સઘન અમલીકરણ થાય તે હેતુથી જીલ્લા કક્ષાએ તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ/રેડ ની કામગીરી આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ. એફ. પટેલના માર્ગદર્શન નીચે તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા આજરોજ ઘોઘા ગામમાં બસ સ્ટેશન,મેઈન બજાર,મોરા વિસ્તાર,મછીવાડા વિસ્તાર ખાતે ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ, પાન-ગલ્લા પાર્લર વગેરે જગ્યાએ આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું  દુકાન ધારકો પાસેથી દંડ વસુલ કરવામાં આવેલ. સાથોસાથ તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ, પાન-ગલ્લા પાર્લરોમાં કાયદા અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવેલ. 

Previous articleશિશુવિહારમાં વક્તવ્ય યોજાયું
Next articleઉત્સવ ઘેલી સરકાર અને તાયફા રચવામાં માહેર તંત્રને લોકોની યાતના દેખાતી નથી