કૈલાસ માનસરોવરની યાત્રા બનશે સરળ : મનસુખભાઈ માંડવિયા

1407

કૈલાસ માનસરોવરની યાત્રા વધારેમાં વધારે લોકો સુગમતાથી કરી શકે તે માટે ૨ વર્ષ પહેલાં  નરેન્દ્રભાઈનાં પ્રયાસોથી નાથુલા રૂટ ખોલ્યો હતો પરંતુ પરંપરાગત રીતે ઉત્તરાખંડનાં માર્ગે લીપુલેખ પાસ થઈને યાત્રા થાય છે. આ માર્ગ વાહન વ્યવહાર ન થઈ શકે તેવો હોવાથી ૧૦૦ કિ.મી. યાત્રા ચાલતાં કરવી પડે છે આથી તેમા ૨૫ દિવસ જેટલો સમય લાગી જાય છે.

આ યાત્રાને સરળ બનાવવાનાં ઉદ્દેશથી ઉત્તરાખંડમાં આવેલા પીથોરાગઢ-ધારચુલા થી લીપુલેખ બોર્ડર સુધીના ૨૦૦ કિ.મી.નાં રોડનું નિર્માણ રૂ. ૧૬૦૦ કરોડનાં ખર્ચે ખૂબ જ તેજ ગતિથી ચાલી રહ્યું છે. આ કામનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને કેન્દ્રીય માર્ગ પરિવહન રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ સમીક્ષા બેઠક યોજી હતી, આગામી ૨૦૨૦ સુધીમાં આ રોડનું કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ રોડનું નિર્માણકાર્ય પૂર્ણ થવાથી ઉત્તરાખંડથી મોટરમાર્ગે લીપુલેખ પાસ થઈને માત્ર ૧૦ દિવસમાં કૈલાસ માનસરોવર યાત્રા થઈ શકશે.

Previous articleપિલગાર્ડનની અંદર તીનપત્તીનો જુગાર રમતાં ૫ ગેમ્બલર ઝડપાયા
Next articleકરચલીયા પરામાં બે જુથ વચ્ચે સશસ્ત્ર અથડામણ : ચારને ઈજા