ગુજરાત કોંગ્રેસની લોકસભાની ચૂંટણીની લઈને ત્રણ દિવસની યોજાયેલી સમીક્ષા બેઠકમાં એક બાબત સ્પષ્ટ થઈ છે કે, કોંગ્રેસ માટે વિધાનસભાની ચૂંટણી જેટલી સહેલી લોકસભાની ચૂંટણી નથી. કોંગ્રેસને ગ્રામ્ય વિસ્તારની બેઠકો પર હજુ ઉમેદવાર મળી રહેશે પણ શહેરી વિસ્તારની બેઠકો પર ઉમેદવારો મળવા મુશ્કેલ હોવાનું બેઠકોમાંથી બહાર આવ્યું છે.
અમદાવાદ પૂર્વ-પશ્ચિમ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ, સુરતની બેઠકો પર સક્ષમ ઉમેદવારોની દાવેદારી આવી નથી. જેની પાછળ બે કારણો જવાબદાર છે, એક તો કોંગ્રેસ ૨૦૧૪માં મોટા માર્જીનથી આ બેઠકો હારી હતી, બીજું કારણ, દરેક લોકસભામાં આવતી સાત બેઠક પૈકી ઓછામાં ઓછી પાંચ બેઠકો કોંગ્રેસ પાસે છે. આથી આ બેઠકો કોંગ્રેસ માટે હારવા માટેની બેઠકો ગણાટતી હોવાથી કોઈ લોકસભામાં દાવેદારી કરવા તૈયાર નથી. ઉલેખનીય છે કે, વડોદરામાં મનપાની પેટા ચૂંટણી હોવાથી વડોદરાની ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.