સેટેલાઈટ ગેંગ રેપ કેસના ત્રણેય આરોપીઓને નાર્કો ટેસ્ટ માટે ગાંધીનગર લવાયા

1533

રાજ્યભરમાં ચકચાર જગાવનારા અમદાવાદના સેટેલાઇટ ગેંગરેપ કેસના કથિત ત્રણ આરોપીઓના નાર્કો ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેંગરેપના ત્રણે આરોપી વૃષભ મારુ, યામિની નાયર અને ગૌરવ દાલમિયાને અમદાવાદથી ગાંધીનગર હ્લજીન્ લઇ જવાયા છે. જ્યાં આ તમામ આરોપીઓનો નાર્કો ટેસ્ટ થશે.

તમામ ત્રણેય આરોપીઓને આજે ક્રાઈમ બ્રાંચ ગાંધીનગર એફએસએલ લઈ ગઈ હતી. જ્યાં ત્રણેયના નાર્કોટેસ્ટ કરવાના છે. નાર્કોટેસ્ટ કરતા પહેલા ત્રણેય આરોપીઓના શારિરીક – માનસિક ટેસ્ટ કરવામાં આવ્યો. ગાંધીનગર એફએસએલમાં ત્રણેય આરોપીઓની ૪ દિવસ સુધી નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ચાલશે. ત્રણેય આરોપીઓની સહમતિ બાદ નાર્કો ટેસ્ટ કરાશે.

સાયન્ટિફિક ઓફિસરે પૂછપરછના સવાલ તૈયાર કર્યા છે. ઘટનાને લગતી રિકન્ટ્રક્શન સ્ક્રીપ્ટ તૈયાર કવામાં આવી છે. યાદીના આધારે પૂછપરછ કરવામાં આવશે. નાર્કો ટેસ્ટમાં આરોપ સંબંધી પ્રશ્નોનો ખુલાસો થશે. આ પ્રક્રિયા દરમિયાન સાયન્ટિફિક ઓફિસર, તબીબની હાજરીમાં ટેસ્ટ થશે. નાર્કો ટેસ્ટથી પોલીસની તપાસ દિશા નક્કી થશે

આ ત્રણ આરોપીઓ દ્વારા નાર્કો ટેસ્ટ કરવા આવે એવી અરજી કરી હતી જેના પગલે કોર્ટે નાર્કો ટેસ્ટ કરવા માટે મંજૂરી પણ આપી હતી. કોર્ટે ટેસ્ટ કરવા મંજૂરી આપ્યા બાદ ગાંધીનગર હ્લજીન્ ખાતે તપાસ અધિકારીએ અરજી કરી હતી. જેમાં કોર્ટનો આદેશ ટાંકવામાં આવ્યો હતો. ત્યાંથી તમામ ટેસ્ટ મંજૂરી બાદ શરુ કરવામાં આવશે.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સોમવારથી ગૌરવ, વૃષભ અને યામિનીને પોલીસ ત્યાં હાજર રાખશે અને જુદા જુદા મેડિકલ ટેસ્ટ બાદ તેમના ટેસ્ટ કરવામાં આવશે. ટેસ્ટ બાદ તપાસ કરનાર અધિકારી રિપોર્ટ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરશે. ત્રણ પ્રકારના ટેસ્ટ કરવામાં આવશે.

Previous articleગાંધીનગરમાં આજે પણ દબાણ ખસેડવાનું યથાવત
Next articleછત્રાલમાં કેન્ડલ માર્ય યોજી ૧૬માં દિવસે પાટીદાર વેપારીને શ્રદ્ધાંજલિ