બોટાદ જિલ્લાના રાણપુર કાતે કોળી સમાજના પીઢ આગેવાન અને કદાવર નેતા કુંવરજીભાઈ બાવળીયાના ભાજપમાં પ્રવેશ કરતા સમસ્ત કોળી સમાજમાં હર્ષની લાગણી છવાઈ હતી સાથે જ મંત્રી પદ મળતા રામપુર શહેરના સમસ્ત કોળી સમાજના યુવાનો દ્વારા ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ અંગે નિખીલભાઈ જરમરીયાએ જણાવ્યું હતું કે રાણપુર સમસ્ત કોળી સમાજ હર હંમેશ કુંવરજીભાઈ બાવળીયાની સાથે છે અને તેમના માર્ગદર્શન મુજબ સમાજના કાર્યો કરશે.