તાજેતરમાં વડોદરા સ્થિત બારોટ બ્રહ્મ ભટ્ટ સમાજના સેવકો નિરંજનભાઈ અને તેના પુત્ર વિપુલભાઈ વડોદરાની ગોત્રી સોસાયટીનો ગેટ ખોલવા જતા પ્રથમ વિપુલભાઈને વિજકંપનીના જવાબદાર અધિકારીઓની ઘોરબેદરકારીથી વિજ પ્રવાહ પાણીમાં પ્રસરી જતા શોક લાગતા સોસાયટીના દરવાજામાં ચોટી ગયેલને તેના પીતા નિરંજનભાઈ બારોટ (બ્રહ્મભટ્ટ)જે કલ્લાકો સુધી ચોટી જઈ કમકમાટી ભર્યા પીતા પુત્રના મોતથી સમસ્ત બારોટ સમાજમાં શોકનું મોજુ અને વિજકંપની વડોદરાના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસર ફોજદારી કાર્યવાહી કરવા બાબતે ગુજરાત ભરના તમામ જીલ્લા તાલુકામા આવેદન પત્રો અપાયા જેમા જાફરાબાદ રાજુલાના નવ નિર્માણ બ્રહ્મભટ્ટ સમાજ સેના તેમજ સમસ્ત બારોટ સમાજ દ્વારા જાફરાબાદ મામલતદાર ચૌહાણને રોહીસા બારોટ સમાજના કન્વીનર બારોટ કિરીટભાઈ સીલ્હર, કપીલભાઈ સીલહર , મિતુલભાઈ, સાગરભાઈ, સંજયભાઈ રાણા, યશભાઈરાણા સહિત અમરૂભાઈ બારોટ તેમજ રાજુલા વહીવંચા બારોટ સમાજ ેટકો આપી જવાબદાર અધિકારી સામે કાયદેસર કાર્યવાહી દંડનાત્મક પગલા ભરી પીતા પુત્રના પરીવારને યોગ્ય વળતર ચુકવાવા માંગ સાતે ચેતવણી પણ અપાઈ છે.