રાજુલાનાં નાગેશ્રી પોલીસ મથકમાં મહિલાએ ફરિયાદ આપી હતી કે તેમનું ફેસબુક પર ફેક આઈડી બનાવી તેમના ચહેરાઓનું એડીટીંગ કરી નગ્ન ફોટા મુકી બદનામ કરવાના ઈરાદે વાયરલ કર્યા છે જે ગુનામાં પોલીસે ઉંડાણ પૂર્વક તપાસ કરી બિભત્સ ફોટો મુકનાર શખ્સને સુરત ખાતેથી ઝડપી લીધો હતો.
પોલીસ અધિક્ષક નિર્લીપ્ત રાય તથા નાયબ પોલીસ અધિક્ષક આર.એલ.માવાણી સા.કુંડલા વિભાગનાની સૂચના મુજબ નાગેશ્રી પો.સ્ટે. આઈપીસી ૨૯૨ તથા આઈટી એસીટી કલમ ૬૬ (એ), ૬૭ મુજબના કામે ઉંડાણ પૂર્વક તપાસ કરતા અને ડીટેઈલ મેળવતા આ કામના ફરિયાદી બેહનના નામનું ફેસબુક પર ખોટુ ફેક આઈડી બનાવી ફરિયાદી બહેન તથા તેની બેહનોના ફોટા ઉપર અન્ય સ્ત્રીઓના નગ્ન ખુલ્લા ફોટાઓ ઉપર ચહેરાનું એડીટીંગ કરી બદનામ કરવા બીભત્સ ફોટા વાયારલ કરેલ હોય જે અગે રાજુલા પો.સ્ટે.ના પો.ઈન્સ. યુ.ડી.જાડેજા તથા પો.સબ ઈન્સ. જી.જી.જાડેજાએ ઉંડાણ પૂર્વક તપાસ કરી આ કામનો આરોપી ધનંજય બચુભાઈ કોલડીયા (પટેલ)ઉ.વ૨૫ રહે. મુળ ગામ ગમા-પીપળીયા તાબાબરા હાલ રહે. સુરત નાના વરાછા વાળાને ઝડતી પાડી અટક કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે. તેમજ તપાસ દરમિયાન અન્ય બે બાળ કિશોર પણ આ ગુનામા સંડોવાયેલ હોય તેઓના વિરૂધ્ધમાં પણ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ.