ઘોઘા તાલુકાનાં સરપંચોની યોજાયેલી પ્રથમ મિટીંગ

1127

ઘોઘા તાલુકાના સરપંચોની પ્રથમ મિટિંગ તાલુકા પંચાચત પ્રમુખ સંજયસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને યોજાયે જેમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિનુભાઈ ગોહિલ તાલુકા વિકાસ અધિકારી પરમાર ભાઈ, તાલુકા પંચાચત સ્ટાફ, સરપંચો તલાટી મંત્રીઓ સહિત ઉપસ્થિત રહ્યા, ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા સરપંચની ગામના વિકાસમાં વિશેષ જવાબદારી હોય ગામ લોકોએ મુકેલ વિશ્વાસ પરી પૂર્ણ કરવા જણાવ્યુ, ઘોઘા તાલુકાના બધા જ ગામોને સંપૂર્ણ ન્યાય આપવામાં આવશે. ક્યાંક પક્ષપાત કર્યા વગર બધા જ ગામને ગ્રાન્ટ આપવામાં આવશે, તાલુકા પંચાયત દ્વારા ક્યાંક કોઈને અડચણ નહિ થાય તેવી ખાતરી આપી, આવનારા દિવસોમાં દરેક ગામની મુલાકાત લેશુ, અને ઘોઘા તાલુકાના પ્રશ્નોનો નિકાલ કરશું સરકારમાં રજુઆત કરવાની જરૂર પડે તો રજુઆત કરશુ, સરપંચોને પણ સહકાર આપવા જણાવ્યુ હતું.

Previous articleફેસબુક પર ફેક આઈ.ડી.બનાવી બિભત્સ ફોટો મુકનાર શખ્સ જબ્બે
Next articleબાળકોને હિંસાનો કે પ્રેમનો માર્ગ આપવો તે માવતરે જોવાનું છે : હમસુખભાઈ પટેલ