બાળકોને હિંસાનો કે પ્રેમનો માર્ગ આપવો તે માવતરે જોવાનું છે : હમસુખભાઈ પટેલ

1000

આપણાં બાળકોને હિંસાનો કે પ્રેમનો માર્ગ આપવો તે તેના બાળપણથી માવતરે જોવાનું છે. આ વાત ભાવનગર ખાતે બાળ ઘડતરથી શાંતિ સંદર્ભે યોજાયેલા સંમેલનમાં જાણિતા પોલીસ અધિકારી હસમુખભાઈ પટેલે જણાવી છે. બાળ ઘડતરથી વિશ્વ શાંતિ સંદર્ભે પી ફોર પી નામના અભિયાન તળે રવિવારે ભાવનગર ખાતે દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં સૌરાષ્ટ્ર સંમેલન યોજાયુ હતું. જેમાં જાણિતા પોલીસ અધિકારી હમસુખભાઈ પટેલે પોતાની પરિવારના દ્રષ્ટાંતો સાથે વાત કરતા કહ્યું કે આપણાં બાળકોને હિંસાનો કે પ્રેમનો માર્ગ આપવો તે તેના બાળપણથી માવતરે જોવાનું છે આ વાત સાથે આવી પ્રવૃત્તિ પરિવારના ભોગે નહિ તેમનાં પણ સાથ રાખવા ભાર મુક્યો. તેમણે કહ્યું કે આપણું મૂલ્ય શુધ્ધતા અને પવિત્રતા છે.

સ્વામી પ્રદીપ્તાનંદજીએ એકવીસમી સદિમાં બાળ ઉછેર સંદર્ભે ઉદ્‌ઘાટન પ્રવચન આપતા કહ્યું કે બાળકને કરવુ હોય તે કરવા દો પછી ેતને સમજાવો.

ભાવનગર એકમના વિઠ્ઠલભાઈ સવાણી, કૃણાલભાઈ પંચાલ, હરેશભાઈ રાજ્યગુરૂ તથા પૃથાબેન યાજ્ઞિકના સંકલન સંચાલન તળે આ સંમેલનમાં સ્વાગત અને પૂર્વ ભૂમિકા છાયાબેન પારેખ દ્વારા રજુ થયેલ.

ભાવનગર ખાતે બાળ ઘડતરથી શાંતિ સંદર્ભે યોજાયેલા સંમેલનમાં ઉદબોધન તથા ચર્ચામાં સંજયભાઈ દેસાઈ, રક્ષાબેન દવે, બળદેવસિંહ ગોહિલ, પ્રતાપભાઈ ત્રિવેદી, નિરદભાઈ રાજ્યગુરૂ તથા દીપકભાઈ ગોહેલ જોડાયા હતા.

Previous articleઘોઘા તાલુકાનાં સરપંચોની યોજાયેલી પ્રથમ મિટીંગ
Next articleકોળી સમાજનાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ