બે દિવસીય આંતરરાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર સિક્યોરિટી કોન્ફરન્સનો પ્રારંભ

1037
gandhi6102017-4.jpg

સાયબર ક્રાઇમ નિયંત્રણ માટે સંશોધન ખૂબ જ જરૂરી છે. સાયબર ક્રાઇમ અટકાવવા અંગે વ્યક્તિગત કાળજી અને સાવચેતી રાખવી પડશે. આજની આ બે દિવસીય વૈશ્વિક કોન્ફરન્સ સાયબર ગુનાઓ અટકાવવા અને સંશોધન ક્ષેત્રે નવા કીર્તિમાન પ્રસ્થાપિત કરશે તેમ આજે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે ઇન્ફોર્સકોન-૨૦૧૭ – ઇન્ટર નેશનલ કોન્ફરન્સ ઓન ફોરેન્સિક સાયન્સીસ એન્ડ સાયબર સિક્યોરિટીનો શુભારંભ કરાવતાં હાઇકોર્ટના જજ એમ.આર.શાહે જણાવ્યું હતું.
ડ્ઢદ્ગછ અને ટેકનોલોજીના સમન્વયથી ગંભીર ખૂન કેસો ઉકેલી શકાય છે. યોગ્ય તપાસ પછી ચોક્કસ પુરાવા રજૂ કરવાથી ઝડપી ચૂકાદો-ન્યાય આપી શકાય છે. આજના ટેક્નોલોજીના યુગમાં સાયબર ક્રાઇમ ખૂબજ પદ્ધતિસર રીતે થાય છે. જેને અટકાવવા આપણે સજાગ થવું અતિ આવશ્યક છે. 
દેશના નાગરિકોને તમામ ક્ષેત્રે સુરક્ષા આપવી આપણા સૌની જવાબદારી છે. સાયબર ક્રાઇમ અંગેના જ્ઞાનની આ બે દિવસીય કોન્ફરન્સમાં એક બીજા સાથે આપ-લે કરવાની પણ જજ શાહે ઉપસ્થિત સૌ સાયબર ક્ષેત્રના વૈશ્વિક તજજ્ઞોને અનુરોધ કરીને આ કોન્ફરન્સને સફળ બનાવવા શુભેચ્છાઓ આપી હતી.
મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘે આજની આ સાયબર સિક્યોરિટી અંગેની કોન્ફરન્સને ગ્લોબલ કોન્ફરન્સ ગણાવી કહ્યું હતું કે, એડવાન્સ ટેક્નોલોજીના ઉપયોગ થી સાયબર સિક્યોરિટી વધુ મજબૂત બનાવી સાયબર ક્રાઇમને અટકાવી શકાય. ડિજિટલ ઇન્ડિયાને બળ આપવા આજે ઓન લાઇન ખરીદીનો વ્યાપ ખૂબજ વધ્યો છે, ત્યારે સાયબર સુરક્ષા અતિ મહત્વની છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ હવે સબસિડી જેવા લાભો સીધા જ લાભાર્થીના ખાતામાં જમા કરે છે. 
નાણાકીય વ્યવહારની સાથે સાથે આજે યુવાનો અને બાળકોમાં બ્લ્યુ વ્હેલ જેવી રમતોના કારણે સમાજ અને આપણી સામે પડકારો વધ્યા છે. જેની સામે સુરક્ષાની સાથે જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે. માત્ર નાણાકીય વ્યવહારો જ નહિં પણ સુરક્ષા એજન્સી સામે ‘‘લોન વુલ્ફ’’ ની નવી મોડ્‌સ ઓપરન્ડીથી આંતકી હુમલામાં વધારો થયો છે. આ ‘‘લોન વુલ્ફ’’ નો અગાઉ કોઇ ક્રાઇમ રેકોર્ડ હોતો નથી. જેને સમજવા સુરક્ષા તંત્રને ટેક્નોલોજીથી સજ્જ કરવું આવશ્યક છે. આગામી સમય ડિજિટલ વર્લ્ડ ઉપર આધારિત હશે એટલે તમામ ક્ષેત્રે આપણે સજાગ રહેવું પડશે, તેમ જણાવી આજની આ વૈશ્વિક કોન્ફરન્સની સફળતા માટે સૌને શુભેચ્છાઓ આપી હતી. 
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.એસ.ડાગુરે વર્ષ ૨૦૦૧માં યુરોપમાં તેમની સાથે બનેલી સાયબર ક્રાઇમ ઘટના વિશે જણાવતાં કહ્યું હતું કે, આજથી ૧૫-૧૬ વર્ષ પહેલાં યુરોપિયન દેશોમાં સાયબર ગુનાઓ અટકાવવા માટેની વ્યવસ્થા ઉભી કરાઇ છે. 
આ પ્રસંગે ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે રાજ્યના પ્રથમ ‘‘સાયબર ડિફેન્સ સેન્ટર’’ નો શુભારંભ પણ કરવામાં આવ્યો હતો.  ઉપસ્થિત મહેમાનોના હસ્તે સાયબર અંગેના ‘‘વૈશ્વિક સોવિનીયર’’ નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. 
બી. પી. આર. એન્ડ ડી. (તાલિમ), નવી દિલ્હીના ડાયરેક્ટર સુંદરી નંદાએ સાયબર ક્રાઇમ અને તેની સામે સુરક્ષાના પગલાં કેવી રીતે લેવા તે સંદર્ભે પોતાના વર્ષોના અનુભવો રજૂ કર્યા હતા.  
ય્ હ્લ જી ેં ના ડાયરેક્ટર જનરલ  ડૉ. જે.એમ. વ્યાસે સ્વાગત પ્રવચન કરીને વર્ષ ૨૦૦૯માં સ્થપાયેલી દેશની પ્રથમ ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટીની વિકાસ યાત્રાની વિગતો આપી હતી. 
ય્ હ્લ જી ેં ના ડાયરેક્ટર ડૉ. એમ. એસ. દહિયાએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે મહાનુભાવોને હસ્તે ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે પોતાના વિશેષ પ્રદાન બદલ ડૉ. એમ.એસ. દહિયાને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, ડૉ. રૂપમણી કૃષ્ણમૂર્તિને સ્પેશ્યલ એવોર્ડ તેમજ વરિષ્ઠ ૈંઁજી અધિકારી કેશવ કુમાર અને ડૉ. ધનરાજ કોઠારીને સ્પેશ્યલ રેકગનાઇઝેશન એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. 

Previous articleગાંધીનગરમાં શરદ પૂર્ણિમાંના ગરબાનું ઠેર ઠેર આયોજન
Next articleરાજુલા કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનો ગૌરવયાત્રાનો વિરોધ કરે તે પુર્વે ધરપકડ