રાજુલા કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનો ગૌરવયાત્રાનો વિરોધ કરે તે પુર્વે ધરપકડ

689
guj6102017-4.jpg

રાજુલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીઠાભાઈ નકુમની ધરપકડ કરી જયારે ગુજરાત ગૌરવયાત્રાનો  વિરોધ કરે તેવી દહેશતથી એસ.પી. દ્વારા સવારથી નજર કેદ તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરેલ વિરોધથી બન્નેક ોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓની ધરપકડ બાબુભાઈ રામ નજર કેદ કરાયા હતાં.
રાજુલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીઠાભાઈ નકુમને પોલીસ દ્વારા સવારથી જ નજરકેદ અને ગોરવયાત્રા ૧૦-૩૦ કલાકે નાગેશ્રી ટીંબીથી રાજુલા શહેરમાં આવનાર સમયે પીઠાભાઈ નકુમની કોઈ કાર્યક્રમ કરે તે પહેલા તેમના નિવાસસ્થાનેથી અને શહેર કોંગ્રેસ પ્રમુખ છત્રજીતભાઈ ધાખડા, અંબરીષભાઈ ડેર, બાબુભાઈ જાળોધરા, કનુભાઈ સાદુભાઈ ધાખડા તેમજ એનએસયુઆઈના પ્રમુખ કરણભાઈ કોટડીયા અને રાહુલભાઈ ધાખડાની આખી ટીમેન પોલીસ દ્વારા એમ્બ્યુલન્સમાં નાંખી ધરપકડ કરેલ અને કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ રામને તેમના જ નિવાસ સ્થાને પોલીસ દ્વારા નજર કેદ કરાયા તો કોંગ્રેસ તાલુકા પ્રમુખ તથા શહેર કોંગ્રેસ પ્રમુખ બન્ને જણાવાયું કે ગુજરાત ગૌરવ યાત્રાનો કરોડો રૂપિયાનો ખર્ચ સરકાર કરે છે તો તે ખર્ચ કરતા જે તે વિસ્તારના સ્થાનિક પ્રશ્નો હલ કરે તેમ અમો ઈચ્છીએ છીએ બાબતે પડતર પ્રશ્નોનું નિરાકરણ કયારે તેવો વેધક સવાલ ઉઠાવ્યો હતો. 

Previous articleબે દિવસીય આંતરરાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર સિક્યોરિટી કોન્ફરન્સનો પ્રારંભ
Next articleનેરોલેક દ્વારા સાઈકલોથોન સાથે ગાંધી જયંતિની ઉજવણી