રાજુલા ના વિક્ટર ગામે યુવાનો ની અનોખૂ સેવાકીય કાર્ય કરી ૫૦ થી ૬૦જેટલી નાની મોટી માછલીઓ ને બચાવીને નવજીવન આપતા વિક્ટર સેવાભાવી યુવકો સામાન્ય રીતે દરિયા કાંઠે વસતા ૭૦%લોકો માછીમારી ના વ્યવસાય સાથે જોડાયેલા હોય છે અને માછીમારી કરીને પોતાના પરિવાર નુ ગુજરાન ચાવતા હોય છે અથવા તો શોક ખાતર જાતેજ તાજી જીવતી માછલીઓ પકડી ને આરોગતા હોય છે ત્યારે વિક્ટર ના સેવાભાવી યુવકો દ્વારા અનોખું સેવાકીય કાર્ય કરવા માં આવ્યું હતું અહીં ગઈ કાલે પડેલા ધોધમાર વરસાદ ના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા તેવા માં જી એચ સી એલ ઓફિસ પાસે આવેલ ગટર માથી વધુ પાણી હોવાને લીધે અનેક નાના મોટા માછલીઓ પાણી માં વહી ગઈ હતી અને બાદ પાણી જતુ રહેતા માત્ર નજીવા પાણી ભરેલા ખાબોચિયા માં ૫૦થી પણ વધુ માછલીઓ જીવન મરણ વચે તરફડીયા મારતી હતી ત્યારે આ જોઈ જતા જ ડાયા ભાઈ મકવાણા (કમાન્ડો), ઘનશ્યામ ડી.જે. રાકેશ શિયાળ, શાહિદ ભટ્ટી, સનીલ ગાહા, મંગાભાઈ ધાપા ફોરેસ્ટ, તખુભાઈ સહિત ના યુવાનો જોઈ જતા આ તમામ માછલીઓ ને સલામત રીતે પકડી ને તળાવ માં મૂકવાનો વિચારીને રાત્રે તેમજ સવારમાં એમ બે વાર અહીં ખાબોચિયામાંથી તમામ મછલિયોં ને પકડીને ટાવર પાસે આવેલા તળાવ માં મુક્ત કરી ને નવજીવન આપ્યું હતું.