શહેરના ડેરી રોડ હનુમાનમઢી ચોક પાસેથી બાઈક લઈ પસાર થઈ રહેલાં બે પરપ્રાંતીય શખ્સોને શંકાના આધારે એસઓજી ટીમે અટકાવી તળાસી લેતાં ધરેણા ધોવાનો પાવડર, કેમીકલ સહિતનો મુદ્દામાલ મળી આવતાં બન્નેની અટક કરી પુછપરછ કરતાં શહેર – જિલ્લા સહિત અન્ય શહેરમાં ૭૦ થી ૮૦ લોકોને ઘરેણા ધોવાના બહાને સોનું ઓળવી લેતાની કબુલાત આપી હતી.
એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર સાહેબને મળેલ બાતમી આધારે ડેરી રોડ હનુમાન મઢી ચોકમાંથી બજાજ પલ્સર મોટર સાયકલ નંબરજીજે ૭ એસી ૬૪૮૫ ઉપરથી પસાર થઇ રહેલ બે પરપ્રાતીય ઇસમો દિપકભાઇ બેચનભાઇ પંડિત ઉ.વ.૪૦ રહેવાસી મુળ ગામ પોસ્ટ. યમુનીય (જમુનીયા) અંચલ નવગછીયા થાના પરબત્તા જીલ્લો ભાગલપુર રાજ્ય બિહાર હાલ ગુજરાત નડીયાદ સંતરામ મંદિર પાસે શારદા સોસાયટી કપીલભાઇ ઠાકોરના મકાનમાંઅજયકુમાર છેદીપ્રસાદ યાદવ ઉ.વ. ૩૦ રહેવાસી મુળ બાબુપુર થાના/પોસ્ટ સબોર જીલ્લો ભાગલપુર રાજ્ય બિહાર હાલ ગુજરાત નડીયાદ સંતરામ મંદિર પાસે શારદા સોસાયટી કપીલભાઇ ઠાકોરના મકાનમાંવાળાઓને સોનાના દાગીના ધોવા ઉપયોગમાં લેવાતો પાવડર તથા લીકવીડ (કેમીકલ) તથા અન્ય સર સામાન તથા બજાજ પલ્સર મો.સા સાથે ઝડપી પાડેલ હતા અને બંન્ને ઇસમોની પુછપરછ કરતા બંન્ને ઇસમોએ પોલીસ સમક્ષ કબુલાત આપેલ હતી કે તેઓ લોકોને સોનાના દાગીના ગરમ કરી ચમકાવી આપવાનું કહી લોકોનો વિશ્વાસ કેળવી સોનાના દાગીના લીકવીડ (કેમીકલ)માં બોળી દાગીનામાંથી સોનું ઓળવી લેતા હતા અને દાગીના ગરમ છે વાટકામાં મુકેલ છે ઠંડા થઈ ગયા પછી કાઢી લેજો તેમ કહી ત્યાથી ભાગી જતા હતા. આવી રીતે તેને ભાવનગર શહેરમાં અંદાજે ૪ થી ૫ જગ્યાએ તથા ભાવનગર જીલ્લાના અલગ અલગ ગામોમાં અંદાજે ૮ થી ૧૦ જગ્યાએ છેતરપીંડી કરી હોવાનું તેમજ ભાવનગર જીલ્લા ઉપરાંત બોટાદ તથા નડીયાદ તથા બીજા ઘણા શહેરો તથા ગામોમાં અંદાજે ૭૦ થી ૮૦ જગ્યાએ છેતરપીંડી કરેલ હોવાની કબુલાત આપેલ છે. અને ભાવનગર શહેરમાં ત્રણ સાડા ત્રણ મહિના પહેલા જેલરોડ શ્રમ નિકેતન સોસાયટીમાં એક ભાઇ તથા બહેન સાથે પણ સોનાના દાગીના ચમકાવી આપવાનું કહી સોનાની બંગડી નંગ-૪ માંથી આશરે ૨૫ થી ૩૦ ગ્રામ સોનું ઓળવી લીધેલ હતુ જે બાબતે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી અને વિશ્વાતધાત નો ગુન્હો રજીસ્ટર થયેલ છે. બંન્ને ઇસમોની ધરપકડ કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.