જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએનું પ્રારંભિક જાહેર ભરણું લોન્ચ કરશે. જે ૧૧ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ખુલશે અને ૧૩ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ બંધ થશે, જેમાં કંપનીના રૂ. પાંચની ફેસ વેલ્યુના પ્રત્યેક ઇક્વિટી શેર માટે પ્રાઈસ બેન્ડ રૂ. ૮૫૫થી રૂ. ૯૧૨ રહેશે.
આઈપીઓમાં કોર્પોરેશનની ૧,૭૨,૦૦,૦૦૦ નવા ઇક્વિટી શેર અને અમારા પ્રમોટરની ૧૦,૭૫,૦૦,૦૦૦ ઇક્વિટી શેર્સની ઓફર ફોર સેલ સામેલ છે. ઓફરમાં રૂ. ૧૧,૬૮,૦૦,૦૦૦ સુધી માટેની લાયક કર્મચારીઓ માટેનો સબસ્ક્રિપ્શન માટેનો અનામત હિસ્સો સામેલ છે. ઓફર ભરણા પછીની પેઇડ-અપ ઇક્વિટી શેર કેપિટલના ૧૪.૨૨% શેર્સ માટે છે.
આ ઓફર બુક બિલ્ડિંગ પ્રક્રિયા હેઠળ, સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ કાયદા, ૧૯૫૭, સુધારાઓ અંતર્ગત કરવામાં આવી રહી છે, જેમાં કોર્પોરેશનના ભરણા પછીના ઇક્વિટી શેર કેપિટલનો કમ સે કમ ૧૦% હિસ્સો જનતાને ઓફર કરવામાં આવી રહ્યો છે. આ ઓફર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા નિયમનો, ૨૦૦૯, સુધારાઓ સહના અનુસાર કરવામાં આવી રહી છે. આ ઓફર બુક બિલ્ડિંગ પ્રક્રિયા હેઠળ કરવામાં આવી રહી છે જેમાં નેટ ઇશ્યુનો ૫૦%થી વધુ નહીં તેટલો હિસ્સો ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ પ્રમાણસર ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ક્યુઆઇબી હિસ્સાના પાંચ ટકા મ્યુચ્યુઅલ ફંડ્સને જ પ્રમાણસર ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને બાકીના ક્યુઆઇબીનો હિસ્સો, મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત, તમામ ક્યુઆઇબી બિડર્સને ફાળવવા માટે એ શરતે ઉપલબ્ધ રહેશે કે તેમની પાસેથી ઓફર પ્રાઈસ અથવા તેથી વધુ કિંમતની અરજીઓ મળે.
ઓફરના બુક રનિંગ લીડ મેનેજર સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, ડ્યુશ ઇક્વિટીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, એચએસબીસી સિક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ છે. કાર્વી કોમ્પ્યુટરશેર પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યુના રજિસ્ટ્રાર છે. જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ઇક્વિટી શેર્સ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા અને બીએસઇ લિમિટેડ પર લિસ્ટેડ કરવાનો પ્રસ્તાવ છે.