ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની હાથતાળી

1450

હવામાન વિભાગના નિષ્ણાતોના મતે ચાલુ સાલે દક્ષિણ ગુજરાત તરફથી ઉત્તર ગુજરાત તરફ આવતી સિસ્ટમમાં વારંવાર વિક્ષેપ પડવાથી ગાંધીનગર સુધી વરસાદી વાદળો તો આવ્યા પણ હજુ સુધી ચોમાસુ તેના મિજાજમાં શરૂ થયું નથી. જેને લઇ ગત વર્ષે જ્યાં જુલાઇના પ્રથમ સપ્તાહમાં ૨૫ ટકાથી વધુ વરસાદ રહ્યો હતો, તેની સામે ચાલુ સિઝનમાં ૨૦ ટકાએ પણ પહોંચ્યો નથી.

બીજીબાજુ, ઉત્તર ગુજરાતમાં જુલાઇના પ્રથમ સપ્તાહ સુધીમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વાવણીલાયક વરસાદ ન થવાને કારણે તેમજ સાબરકાંઠા અને અરવલ્લીમાં જુલાઇની શરૂઆતમાં થયેલા વરસાદને કારણે ખરીફ પાક પર માઠી અસર થઇ છે. ગત વર્ષની ૭ જુલાઇની સરખામણીએ ચાલુ સાલે ૧.૫૨ લાખ હેક્ટરનો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં સૌથી વધુ અસર કઠોળ પાકોને થઇ છે.

આગામી ૧૩ જુલાઇ સુધી ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં છુટાછવાયા ઝાપટાં પડશે. તે પછી સારો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. રવિવારે ૩૭.૬ ડિગ્રી સાથે ડીસા ઉ.ગુ.નું સૌથી ગરમ શહેર રહ્યું. તે જ રીતે પાટણનું તાપમાન ૩૭.૧, મહેસાણાનું ૩૬, મોડાસાનું ૩૫.૨ અને ઇડરનું તાપમાન ૩૬.૧ ડિગ્રી રહ્યું.

Previous articleસેક્ટર ૨૮ના બાલોદ્યાનમાં ૧૦ કરોડ ખર્ચાયા પછી ફરીથી ૨ મહિના માટે બંધ
Next articleગણિત શિક્ષિકા જાગૃતિબેન લિખિત ‘ગણિત ગમે છે’ પુસ્તકનું શિક્ષણમંત્રીના હસ્તેવિમોચન