ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોમર્સ કોલેજ- દેવરાનગરમાં બી.બી.એ.માં અભ્યાસ કરતી પ્રથમ વૃષની વિદ્યાર્થીનીઓ માટે ટાઈમ એન્ડ ટાસ્ક મેનેજમેન્ટ વિષય ઉપર ડો.જે.પી. મજમુદારનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. ઝડપથી બદલાતા આ યુગમાં ેમેનેજમેન્ટમાં ટાઈમનું મહત્વ ખુબ જ વધતું જાય છે. આથી નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર દ્વારા વિદ્યાર્થીઓને કોઈપણ વિષયનું મેનેજમેન્ટનું મહત્વ કેવું અને કેટલું છે ? તે અંગે ડો.જે.પી. મજમુદારે માર્ગદર્શન આપ્યું હતું.