જાફરાબાદના વારાહસ્વરૂપ ગામ પ્રાથમિક શાળામાં શિક્ષણવિદ ભરતભાઈ શિયાળે વિદ્યાર્થીઓને શિક્ષણ બાબતે પ્રીતી વધે તે માટે શાળાના બાળકો માટે સીલીંગ ફેનની ભેટ અપાઈ હતી.
જારાફબાદના વારાહસ્વરૂપ પ્રાથમિક શાળાના શિક્ષણવિદ ભરતભાઈ શિયાળે વારાહ સ્વરૂપ આજુબાજુ મહાકાય કંપનીઓ આવેલી છે. જેમાં આલ્ટ્રાટેક સિમેન્ટ કોવાયા, સ્વાઈ એનર્જી, નર્મદા યુનીટ જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, રીલાઈન્સ અને સીન્ટેક્ષ જેવી મહાકાપ કંપની કાર્યરત હોય પણ ઘરબેઠા રૂડુ ભવિષ્ય બાળકોની સામે જ છે. પણ તેુમાં નોકરી માટે અભ્યાસની જરૂર હોય અને પરીપકવ શિક્ષણ હોય તો જ શકય બને માટે વારાહસ્વરૂપ ગામના વિદ્યાર્થી ખુબ ભણે અને વારાહસ્વરૂપ ગામના વિદ્યાર્થી ગામનું નામ રોશન કરે માટે વિદ્યાર્થીઓને પાયો મજબુત હોવો જોઈએ એટલે પ્રાથમિક શાળા અને તે શાળામાં જરૂર દેખાઈ સીલીંગ ફેનની તો શાળાના આચાર્ય કિશનભાઈ અને શાળાના તમામ શિક્ષક સ્ટાફ અને ગામ આગેવાનો શાળાના વિદ્યાર્થીની હાજરીમાં સીલીંગ ફેનની ભેટ અપાઈ જે અન્ય શાળા અને દરેક ગામ આગેવાનોને પ્રેરણારૂપ થશે. તેમ શાળાના આચાર્ય કિશનભાઈ દ્વારા જણાવ્યું છે.