બુધેલ ગામ નજીકથી ચોરી કરેલ મુદ્દામાલ સાથે ત્રણ ઈસમો પસાર થવા હોવાની પૂર્વ બાતમી આધારે વરતેજ પોલીસ સ્ટાફે વોચ રહી મામસા ગામના ત્રણ શખ્સો ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી. વરતેજ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ આર.પી.ચુડાસમાને બાતમી મળેલ કે વરતેજ પો.સ્ટે આઇ.પી.સી કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ ગુન્હાના આરોપીઓ બુધેલ ગામેથી એક રીક્ષા નંબર જીજે ૪ એયુ ૫૭૨૯માં લોખંડની એંગલો તથા બીજા ચોરીના મુદ્દામાલ ભરી પસાર થવાના હોય જે અનુસંધાને સર્વેલ્નસ સ્કોડના માણસોની બે ટીમ બનાવી બુધેલ ગામે વોચમાં રહી ઉપરોક્ત નંબર વાળી રીક્ષા પસાર થતા તેને રોકી ચેક કરતા રીક્ષા માં ત્રણ ઇસમો બેઠેલ હોય જેમાથી બેસેલ ઇસમોના નામ ઠામ પુછતા અલ્પેશભાઇ ઉફે ઢબો ઓધાભાઇ ચુડાસમાં, કીશોરભાઇ ઉફે પોપટભાઇ રાઘવભાઇ ઢાપા, બાબુભાઇ વનાભાઇ મકવાણા રહે.તમામ મામસા ગામ તા.ઘોઘાવાળા હોવાનુ જણાવતા હોય બાદ રીક્ષા માં રાખેલ સામાન ની તપાસ કરતા રીક્ષા માં લોખંડની એંગલો,ઝડકા મશીન,બેટરી વિગેરે સર સામાન સાથે ઉપરોક્ત ત્રણેય ઇસમોને ગુન્હાના કામે અટક કરી વધુ પુછ પરછ કરતા અન્ય ત્રણ અલગ અલગ જગયાએથી ચોરી કર્યાની કબુલાત કરેલ જે ત્રણેય ચોરી ના મુદ્દામાલ ની કુલ કી.રૂ.૫૩,૩૦૦/- નો કબ્જે કરેલ આ કામગીરીમાં પો.સબ.ઇન્સ આર.પી.ચુડાસમા તથા સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઇ એન.બી.જાડેજા, પો.હેઙ.કોન્સ લગધીરસિંહ ઝાલા, પો.કોન્સ વિશ્વરાજસિંહ વાઘેલા, નરેન્દ્રસિંહ ગોહીલ, હરપાલસિંહ રાણા, પ્રદીપસિંહ ગોહીલ, કીરીટભાઇ સોરઠીયા તથા દેવેન્દ્રસિંહ જાડેજા જોડાયા હતા.