રાજય સરકારે તમામ ખાનગી શાળાઓમાં ફીના ધારા ધોરણ માટે એફઆરસીનો નિયમ લાગુ કર્ય્ છે. પરંતુ તેનું ભાવનગરની શાળા સંચાલકો દ્વારા પાલન કરવામાં નહી આવતા નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડીયા ભાવનગર શાખા દ્વારા આંદોલનનો માર્ગ અખત્યાર કર્યો છે.
એનએસયુઆઈ ભાવનગર શાખાના જણાવ્યા અનુસાર રાજય સરકાર દ્વારા સેલ્ફ ફાઈનાન્સ શાળાઓમાં ફી મુદ્દે એફઆર.સી. (ફી રેગ્યુલેશન કમિટિ)ની અમલવારી જાહેર છે પરંતુ ભાવનગર શહેરનની કેટલીક શાળાઓમાં જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા નિયમનું ચુસ્ત પાલન કરાવવામાં આવતુ ન હોય જેને લઈને સ્કુલ સંચાલકોની મનમાની સામે ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન છેડયું છે. કાળીયાબીડ વિસ્તારમાં આવેલ વિદ્યાધીશ સ્કુલ પર એનએસયુઆઈ દ્વારા હલ્લા બોલ કાર્યક્રમ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી સંચાલકો પાસે નિયમ મામલે ખુલાસો માંગવામાં આવ્યો હતો.