ગુજરાત રાજ્ય હજ કમિટી ભારતમાં મોખરાનું સ્થાન ધરાવે છે : પ્રિ.કાદરી

2190

ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા ભાવનગર ખાતે હજ તરબીયત કેમ્પ યોજાયો જેમાં ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન મોહંમદઅલી કાદરી સાહેબ, સૈયદ રફીકબાપુ લીમડાવાળા, યુનુસભાઈ મહેતર વિશેષ ઉપસ્થિત રહી દર વર્ષની માફક આ વર્ષે પણ હજયાત્રીઓને પણ વિશેષ માર્ગદર્શન આપવા માટે મદીનાબાગ નવાપરા ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત રાજ્ય હજ કમિટી ચેરમેન મોહંમદ અલી કાદરી સાહેબે વિશેષમાં જણાવ્યું છે કે ગુજરાત હજ કમિટી ભારતમાં મોખરાનું સ્થાન ધરાવે છે. જેના પાયામાં ગુજરાત રાજ્યના ફિલ્ડટ્રેનરો અને સેવાભાવી ખીદમદ ગુજારી અમુલ્ય યોગદાન છે. ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા ભાવનગર ખીદમત કમિટીમાં વર્ષોથી સેવા આપતા હુસેનભાઈ મંત્રી અને ભાવનગરોના ફિલ ટ્રેનરોનું ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતું.

હજ કમિટીના સક્રિય સભ્ય સૈયદ રફીકબાપુ લીમડાવાળો જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં હજ કમિટીના ચેરમેન મોહંમદઅલી કાદરી સાહેબના સફળ નેતૃત્વમાં ગુજરાત હજ કમિટીએ નવા સીમા ચિંન્હો સ્થાપીત કર્યા છે કે અને ભારતની કમિટીઓમાં પ્રથમ સ્થાન અપાવ્યું છે.

યુનુસભાઈ મહેતરે જણાવ્યું કે ગુજરાત રાજ્ય હજ કમિટી હજ યાત્રીઓને ખડેપગે સેવા કરવા માટે તત્પર છે અને હજયાત્રીઓને સદર સુવિધા મળે એ માટે પ્રયત્નશીલ છે. ભાવનગર ખાતેની હજ તરબીયત કેમ્પને ભાવનગર હજ કમીદત કમિટીએ સફળ બનાવી ૧૪૫૦થી વધુ સૌરાષ્ટ્રમાંથી જતા હજયાત્રીઓના ૩૨૦ ભાવનગર અને બોટાદના હાજીઓના માર્ગદર્શન માટે દિની તથા દુનિયાવી તાલીમ સાથે સુંદર ભોજનવ્યવસ્થા કરી હીત તેમ ગુજરાત રાજ્ય હજ કમિટીમાં જણાવ્યું હતુંં.

Previous articleદામનગરમાં પદયાત્રીઓનું સ્વાગત
Next articleનંદકુંવરબા કોલેજમાં ડો. મજમુદારનું વ્યાખ્યાન