નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરમાં અભ્યાસ કરતી પ૦ વિદ્યાર્થીઓએ અમદાવાદ- જીએમડીસીના વિશાળ ગ્રાઉન્ડમાં ગુજરાત સરકાર દ્વારા આયોજીત વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં ગુજરાતની પરંપરાગત નૃત્ય શૈલી, ગરબા, ટિપ્પણી, બેડા નૃત્યની અદભુત રજુઆત કરી કોલેજનું ગૌરવ વધાર્યુ હતું. ગુજરાત રાજયના મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ નવરાત્રી મહોત્સવમાં દેશ-વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.