બાવળિયા સાથે આખો સમાજ ભાજપમાં નથી જોડાયો, કોળી હજુ કોંગ્રેસ સાથેઃ કોળી સમાજ

3854

ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે કોળી સમાજના આગેવાનોની એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપ દ્વારા થઈ રહેલા કોળી સમાજ અંગેના અપપ્રચારને ખાળવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં આજની કોળી સમાજની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, કુંવરજીભાઇ બાવળીયાના ભાજપમાં જવાથી સમગ્ર કોળી સમાજ ભાજપ સાથે જોડાઈ ગયો છે તેવું નથી. કોળી સમાજ આજે પણ કોંગ્રેસ સાથે જ છે અને રહેવાનો છે. તેથી ભાજપ દ્વારા થઈ રહેલા અપપ્રચાર પરથી સમાજે ચેતવું પડશે.

કોળી સમાજની આજની આ બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશ તથા સોમા ગાડા કોળી પટેલ લીમડી,બાબુ વાંજા માંગરોળ,ઋત્વિક મકવાણા ચોટીલા, વિમલ ચુડાસમા ગીર સોમનાથ,રાજુ ભાઈ ગોહિલ ધંધુકા સહિત ૩૦ આગેવાનો હાજર રહ્યા હતા.

કોળી સમાજના આગેવાનોની બેઠક અંગે મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે, કોળી સમાજ અમારી સાથે પણ છે અને આખો સમાજ મને પણ ઓળખે છે અને મારા સામેવાળાને પણ ઓળખે છે, આ બેઠકમાં મારા સમર્થકો પણ હાજર હતા.વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ગઈકાલે કુંવરજીભાઈ બાવળિયા છ મહિના માટે જ મંત્રી હોવાના કરેલા નિવેદનનો જવાબ આપતા કુંવરજી ભાઈ એ કહ્યું હતું કે, મારી એક ફૂકથી અમરેલીમાં પરેશ ધાનાણી ને જીતવું પણ મુશ્કેલ થઈ પડશે કેમકે અમરેલીની જનતા મને અને પરેશ ધાનાણીને સારી રીતે ઓળખે છે.

Previous articleપરેશ ધાનાણીએ સાપ પકડ્‌યો : પોસ્ટ અને વીડિયો ફેસબુક પર અપલોડ કર્યો
Next article‘સ્કીલ ઇન્ડિયા’ મિશન હેઠળ યોજાનારી ‘ગુજરાત કૌશલ્ય યાત્રા’ ને મંત્રી દિલીપ ઠાકોરે પ્રસ્થાન કરાવ્યું