ભૌતિક શાસ્ત્રના જેમ નિયમો છે તે જ રીતે વિશ્વ સંચાલનના પણ નિયમો છે. આ યુનિવર્સલ લોઝ અને સમજી લઈએ તો આપણી સાથે ઘટતી ઘટનાઓ-બનાવોને સમજી શકાય અને જીવન યાત્રાના રહસ્ય જાણી શકાય. હિડન ટ્રુથ દ્વારા શિશુવિહાર ખાતે યુનિવર્સલ લોઝ વિશે યોજાયેલા વાર્તાલાપમાં જયેશભાઈ દવેએ લોઝ ઓફ વનનેસ વિશે વિશદ માહિતી આપી હતી.
કશું જ આકસ્મિક નથી બનતું અને જે કંઈ બની રહ્યું છે-બનશે તેના નિશ્ચિત નિયમો છે. આ વાતો ગીતા, વેદો તથા ઉપનિષદમાં પણ કહેવાયેલા છે અને વિજ્ઞાન તેને યુનિવર્સલ લોઝ કહે છે. જયેશભાઈ દવે ઉપરાંત ડો.સુભાષભાઈ મહેતા તથા નરેન્દ્રભાઈ ભટ્ટએ પણ પુરક માહિતી આપી હતી તો પ્રારંભે વિષય પરિચય ડો.ભરતભાઈ ભટ્ટએ આપ્યો હતો.