ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના કતપર -બંદર -લાઇટ હાઉસ વિસ્તારના ગ્રામજનો છેલ્લા છ દિવસ થી રાત – દીવસ પવનચકકી નાખવા નાં સ્થળ પર બેસી ને કતપર ખાતે કે પી એનર્જી નામની ખાનગી કંપની દ્વારા નાખવા આવતી કંપનીના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે પવનચક્કીના અવાજ ને કારણે બાળકો તથા મજૂરી કરીને નિરાંતે સુતા ગામજનો પુરી નીંદર કરી શકતા નથી, રાત્રે જાગેલા બાળકો નિશાળ માં જોલા ખાતા શિક્ષણ બગડે છે.
આ વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોર એશિયન સિંહો તથા લુપ્ત થતાં ગીધની સંખ્યા પણ સારા પ્રમાણમાં છે છતાં પણ આવાં સંવેદનશીલ પર્યાવરણ વિસ્તારોમાં નીતિમત્તા નેવે મુકી સરકાર દ્વારા પવનચક્કીની મંજૂરી આપી દીધી. પવન ચકકી માટે ગામની જમીન ફાળવવા માટે લોક સુનાવણી નાં કરી ગામને અંધારામાં રાખનાર તંત્ર સામેના જનહિત માટે ના આંદોલન છાવણીની મુલાકાત લેતા ખેડૂત આગેવાન મનુભાઈ ચાવડા, અશોકભાઈ ભાલીયા ભાવનગર શહેર કોળી સમાજના અગ્રણી મુકેશભાઈ કામ્બડ મહુવા કોળી સમાજના આગેવાન વિજયભાઈ બારૈયા અને ચંદુભાઈ ભાલિયા સહિતના લોકોએ ગામજનો ને વહેલી તકે ન્યાય કરવા તાકીદ કરી, સરકાર ને આડેહાથ લીધી હતી.