ઘોઘા ખાતે નિગરાની સમિતિની તાલુકા કક્ષાની કાર્યશાળા યોજાઈ

1306

ઘોઘા તાલુકા પંચાયત હોલમાં નિગરાની સમિતિની તાલુકાકક્ષાની કાર્યશાળા ઘોઘા તાલુકાપંચાયતના પ્રમુખ સંજયસિંહના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં, તાલુકા વિકાસ અધિકારી કે.પી.પરમાર, ટ્રેનર ભરતભાઈ, ડીઆરડીએના અચ્યુતભાઈ રાજગુરુ, પ્રા.શા.આચાર્યઓ, સરપંચઓ, આરોગ્યના કર્મચારીઓ, આંગણવાડીના બહેનો ઉપસ્થિત રહયા  પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા ગામમાં ૧૦૦ % શોચાલય બને બહાર કોઈ શોચક્રીયા ના કરે, દરેક ગામમાં સ્વચતા રાખો, જેથી રોગો સામે રક્ષણ મળે, જે ગામમાં સંડાસ બાકી હોય ત્યાં પુરા કારોવો,ગામની નિગરાની રાખવાનું કામ સરપંચ સાથે તલાટી મંત્રી અને આચાર્યનું પણ એટલું જ છે માટે પ્રામાણિક તાથી  ગામમાં સ્વચ્છતા રહે તે દિશામાં કામ કરવા જણાવ્યું હતું.

Previous articleકતપરના ગ્રામજનોનું છ દિવસથી ચાલતુ પવનચક્કી હટાવ આંદોલન
Next articleફોર ટ્રેક રોડના પાણીનો નિકાલ ન થતા નજીકના ગામના ખેતરો બન્યા તળાવો