બાબરીયાવાડમાં મુુશળધાર વરસાદથી નાગેશ્રી, હેમાળ, ટીંબીથી પસાર થતો અને નવો બનતો અંગ્રો કંપની દ્વારા ફોરટેક રોડમાં પાણીનો નિકાસ ન થવાથી ખેડુતોના લાખો રૂપિયાનું ખાતર બિયારણ ફેલ પાણીના નિકાલ માટે રોડ કોન્ટ્રાકટર દ્વારા કાર્યવાહી નહીં કરાય તો ખેડૂતો દ્વારા રોડ ચકકાજામ કરાશે.
સતત ૩ દિવસથી મુશળધાર વરસાદ પડતા નેશનલ હાઈવેને નવો રોડ જે ફોરટ્રેકની ઉંચાઈએ બનતા નાગેશ્રી, મીઠાપુર હેમાળ, દુધાળા, નવી જુની જીકાદ્રી હેમાળથી શેલણા, ટીંબી સુધીના તમામ ખેડૂતોના ખેતરોમાં નવા રોડના પાયે ખેતર બન્યા તળાવો, ખેડુતોના લાખો રૂપિયા જે એક વખત વરસાદ મોડો આવતા વાવેલ બિયારણો સંપુર્ણ બળી ગયા છે અને આ વરસાદ આવતા ખેડૂતોએ ઉછીના ઉધરા કરી ફરિવાર ખાતર, મોંઘા ભાવનું બિયારણ વાવેલ જે આ રોડના એગ્રો કંપનીના કોન્ટ્રાકટરના પાપે ખેડૂતોના ખેતરો જાણે તળાવ હોય તેવી સ્થિતિ સર્જાઈ પાણી નિકાસ માટે જે મોટા મોટા ભુંગળાનો ઉપયોગ થવો જોઈએ અને લાખો રૂપિયાના ખાતર બિયારણનું તાત્કાલિક વળતર એગ્રો કંપની વાળા અથવા સરકાર ચુકવે અને પાણીના નિકાસ માટે નાના ભુંગળા કાઢી મોટા ભુંગળા તાત્કાલિક નાખો કારણ ચોમાસાના વરસાદની તો હજી શરૂઆત છે તો પુરૂ ચોમાસુ શું ખેડુતોને વાવણી કરવી જ નહીં ? અને તેનું વળતર કોણ ચુકવશે તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો તમામ ખેડુતો દ્વારા હાઈવે રોડ ચકકાજામ કરાશે. તેમ જિલ્લા બાંધકામ ખાતાના ચેરમેન ટીકુભાઈ વરૂ જણાવેલ છે.