તળાજાના ભેગાળી ગામે વરૂણ દેવને રીઝવવા પર્જન્ય યજ્ઞનું આયોજન

1513

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભેગાળી ગામે  વરુણ દેવ ને પ્રશન્ન કરવા પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વે સમાજના લોકોએ ઉપસ્થિત રહી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પડ્યું હતું

ભારતીય પ્રાચીન હુન્દુ શાસ્ત્ર પ્રમાણે ધરતી ઉપર મેઘરાજાનું આગમન થાય તે માટે વરુણ દેવને રિઝવવા જેથી કરી ને  ધરતી પરના જીવો માટે અમૂલ્ય કેહવાતું પાણી ભરપૂર માત્રામાં મળી રહે વનસ્પતિ જીવ જંતુ મનુષ્ય અને ધરતીની તરસ છીપાય  તે માટે પર્જન્ય યજ્ઞ નું ખુબજ મહત્વ છે

તળાજા તાલુકાના ભેગાળી ગામે ગામ સમસ્ત દ્વારા વરુણ દેવ ને પ્રશન્ન કરવા પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું દરેક સમાજના ;લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખાસ કરી ને હિન્દૂ અને મુસ્લિમ સમુદાયની મહિલાઓ એ હાજરી આપી કોમી એકતા નું ઉદાહરણ પૂરું પડ્યું હતું  પર્જન્ય યજ્ઞ નું આયોજનમાં ભૂદેવો દ્વારા શસ્ત્રોક્ત વિધિ વિધાન અને મંત્રો દ્વારા યજ્ઞમાં આહુતિ આપી ને વરુણ દેવ ને રીઝવવા માં આવ્યા હતા જેથી આગામી ચોમાસુ ધન ધાન્ય થી ભરપૂર રહે અને વિશ્વમાં શાંતિ સ્થપાય  એક સાથે જોડાયેલા અનેક ભૂદેવોના મંત્રોચ્ચાર થી આસપાસનો વિસ્તાર ધાર્મિક ધ્વનિઓ થી ગુંજી ઉઠ્યો હતો સવારે ૭ વાગ્યા થી શરૂ થયેલ આ યજ્ઞ સાંજના ૬ વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો

Previous articleપીપળવા ગામે ખનીજ ચોરી કરતા વાહનો ડીટેઈન કરાયા
Next articleરાજુલામાં યોજાયેલ નેત્ર નિદાન કેમ્પમાં ૪૪૯ દર્દીઓએ સારવારનો લાભ લીધો