એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ પોર્ટ, ગાયત્રી શકિત પીઠ અને સુદર્શન નેત્રાલય અમરેલીના સંયુકત ઉપક્રમે નેત્ર નિદાન કેમ્પ યોજાયો. જેમાં હોમીયોપોથીક, આયુર્વેદ સહિત વિનામુલ્યે કેમ્પમાં કુલ ૪૪૯ દર્દીઓએ લાભ લીધો જેમાં નેત્ર નિદાન વિભાગમાં ૧૦૦ દર્દીઓને આંખના ઓપરેશન સહિત વિનામુલ્યે સારવાર તેમજ ૧૦૦ આંખની તપાસ દરમ્યાન જરૂરીયાત લાગતા દર્દીઓને રાહતદરે ચશ્માનું વિતરણ કરાયું જે નદર્શન નેત્રાલયથી કીર્તીભાઈના માર્ગદર્શન મુજબ આંખના ડો. મેહુલભાઈ તથા સુદર્શન નેત્રાલય અમરેલીનો ડો. સ્ટાફ તેમજ આર્યુવેદ વિભાગના ડો. એસ.કે. જીંજાળા દ્વારા ૧રપ દર્દીઓની અને દવા વિનામુલ્યે અપાઈ તેમજ હોમીયોપેથીકના મેડીકલ ઓફીસર ડો. એસ.બી. ભટ્ટ તથા ડો. વિશાલભાઈ દોશી ૧૧૭ દર્દીઓને વિનામુલ્યે તપાસ સારવાર અને દવાઓનું વિતરણ કરાયું તેમજ એ.પી.એમ. ટર્મિનલ્સ પીપાવાવ પોર્ટના અધિકારીઓ, ગાયત્રી શકિત પીઠના મેનેજીંગ ટ્રસ્ટી રમણીકભાઈના માર્ગદર્શન નીચે ભરતભાઈ આચાર્ય, કિશોરભાઈ મહેતા, કે.જી. ગોહિલ, વનરાભાઈ, ડોડીયાભાઈ, વાણીયભાઈ, મધુબેન આહીર, આશાબહેન આચાર્ય, મેનેજીંગટ ટ્રસ્ટી રમણીકભાઈ ગોરડીયા તેમજ સેક્રેટરી ભુપતભાઈ જોષીના માર્ગદર્શન મુજબ તમામ આંખના મોતીયાના દર્દીઓ તેમજ જરૂરીયાત તમામ દર્દીઓને ભોજન વ્યવસ્થા પણ કરેલ તેમજ આ ભવ્ય પ્રસંગે ધારાસભ્ય અંબરીષભાઈ ડેરની ખાસ ઉપસ્થિતિ રહેલ.