શહેરનાં વડવા કાછીયાવાડ અલકા સીનેમાની સામેની ગલીમાં છેલ્લા ૧૫ દજિવસથી ગટર ઉભરાય છે. હાલ લોકોના ઘરમાં ગટરના પાણી ઉભરાવા લાગ્યા છે. જે બાબત અંગે તંત્ર દ્વારા સામાન્ય કામગીરી હાથ ધરાઈ હતી પરંતુ જેનાથી પ્રશ્નનો કોઈ નીકાલ આવ્યો નથી અને સ્થાનીકો ઘરમાં ગટર ઉભરાવાથી દુર્ગધથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. તેમજ રોગચાળો થાય તેવો ભય પણ વ્યક્ત કર્યો હતો. તંત્ર દ્વારા સત્વરે ગટર પ્રશ્નને નીકાલ કરે તેવી સ્થાનીકોએ ઉગ્ર માંગ કરી છે.