પાલીતાણા મામલતદાર ઓફીસની બહાર જ અરજદારો પાસેથી ફોર્મ ભરવા અને ટિકીટ ચોટાડી આપવાના બહાના હેઠળ રૂા.૫૦ની રોકડી કરવામાં આવી રહી છે. જેના કારણે કેટલાય અરજદારો લૂંટાઈ રહ્યા છે તેવો આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે.
પાલીતાણા મામલતદાર ઓફિસમાં તાલુકાના પ્રજાજનો એફીડેવીટ, આવકનો દાખલો, જાતિનો દાખલો લેવા માટે આવતા હોય છે પાલીતાણાના આસપાસના ગમડાના અરજદારો જ્યારે આવે છે ત્યારે ત્યાં કોમ્પ્યુટર પર બેઠેલા કર્મચારી દ્વારા સોગંધનામુ ફોર્મ ભરવાનુ કહેવામાં આવે છે. અને તે પણ કહે છે બહાર ફોર્મ ભરાવીને આવે આ ફોર્મ ભરવાના અને ત્રણ રૂપિયાની ટીકીટના રૂા.૫૦ આપવા પડે છે.ગામડાના ગરીબ પ્રજા બહાર ફોર્મ ભરાવા જાય ત્યારે ખબર નથી હોતી કે ત્રણ રૂપિયાની ટીકીટના રૂા.૫૦ આપવા પડશે એક ફોર્મ અને ત્રણ રૂપિયાની ટીકીટ લગાડી રૂા.૫૦ લે છે તેમા ૪૭ વધારાનાં ખંખેરાઈ છે સ્ટેમ્પ વેન્ડર સિવાય અન્ય કોઈ વ્યક્તિ સ્ટેમ્પ ટિકિટ વેચી શકે નહી છતાં તંત્રની મીઠી નજર હેઠળ ચાલી રહ્યુ છે.
મામલતદાર કચેરી બહાર ફોર્મ ભરનાર ટીકીટ વેચનાર વ્યક્તિ કોઈ સ્ટેમ્પ વેન્ડર છે નહી છતાં સ્ટેમ્પ પેપર ટીકીટનું ખુલ્લે આમ વેચાય રહ્યુ હોવાનું જે પ્રજામાં ચર્ચાય રહ્યુ છે.