પિતા-પુત્રની હત્યા કરનાર વધુ બે ઝડપાયા

1757

ગારિયાધારના મફતપરા વિસ્તારમાં ગત તા.ર૪ના રોજ ત્રણ ઈસમોએ પિતા-પુત્રને ઢોર માર મારતા બન્નેના સારવાર દરમ્યાન મોત નિપજ્યા હતા. જે ગુના સબબ પોલીસે હત્યાના મુખ્ય આરોપીને ઝડપી લીધો હતો. જ્યારે આજરોજ ગુનામાં ફરાર બે શખ્સોને ગારિયાધાર પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.

ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પો.સ.ઈ. એસ.પી.અગ્રાવત તથા સ્ટાફનાં હે.કો.ઘનશ્યામભાઇ ગોહિલ, હે.કો.નાગજીભાઈ પરમાર, હે.કો.તીરૂણસિંહ સરવૈયા તેમજ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમી આધારે ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૪,  જી.પી. એકટ ૧૩૫ મુજબનો ડબલ મર્ડરનો ગુનો ગત તા.૨૪/૦૬/૨૦૧૮નાં રોજ બનેલ હોય જે બનાવનાં આરોપી આસીફ ઈકબાલભાઇ ભટ્ટીને તા.૨/૦૭/૧૮ ના રોજ પકડી પાડેલ તેમજ ઉપરોકત ગુન્હાના કામે આ બંન્ને આરોપીઓ નાસતા ફરતા હોય તેને આજરોજ પકડી પાડવામાં આવેલ. ફરહાદ ઉર્ફે ભયકો ફિરોજભાઇ રફાઇ રહે બોટાદ મહમંદનગર, સરફરાઝ ઉર્ફે ધુધો યુસુફભાઈ રફાઇ રહે ગારીયાધાર જી.ભાવનગરને બાતમી રાહે હકીકત મળેલ કે તેઓ સણોસરા ગામેથી ગારીયાધાર તરફ આવે છે જેથી આરોપીઓ ગારીયાધાર તાલુકાના પરવડી ગામે બાયપાસ ખાતે નીકળવાનાં હોય આરોપીઓની વોચમાં હતાં તે દરમ્યાન સામેથી એક સીલ્વર કલરની ઈકો ગાડી નં જી.જે.૦૫.સી.આર.૫૭૦૯ તેમજ એક મો.સા.જી.જે.૦૧ એમ.જી.૪૩૩૪ વાળી આવતાં જે બંન્ને વાહનોને કોર્ડન કરી રોકી ઉપર જણાવેલ બંન્ને આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં ઉપરોક્ત ગુનાનાં કામે અટક કરવામાં આવેલ.

Previous articleકણબીવાડમાં જર્જરીત મકાન ધરાશાયી
Next articleભાવનગર શહેરમાં ૧ ઈંચ વરસાદ