દેશી તમંચા સાથે શખ્સને ઝડપી લેતી એસઓજી ટીમ

1273

શહેરના તેલઘાણી કેન્દ્ર મેઘાણીસર્કલ પાસે રહેતા શખ્સને દેશી તમંચા સાથે એસઓજી ટીમે કુંભારવાડા સર્કલ પાસેથી ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલને મળેલ હકિકત આધારે એસ.ઓ.જી. પોલીસે આજરોજ આરોપી હનીફભાઇ ઉર્ફે હનીફ લાઇન સુલતાનભાઇ સૈયદ ઉ.વ.૩૫ રહેવાસી તેલઘાણી કેન્દ્ર પ્લોટ નંબર ૧૧૧૩ મેઘાણી સર્કલ પાસે ભાવનગરવાળાને કુંભારવાડા સર્કલ પાસેથી એક ગેરકાયદેસરના દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયાએ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ અને આ કામની આગળની તપાસ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. જગદીશભાઇ મારૂ ચલાવી રહ્યા છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલ, બલવિરસિંહ જાડેજા, જગદીશભાઇ મારૂ, જીતેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઇ ઉલવા, જે.બી.ગોહિલ, પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકિયા, નિતિનભાઇ ખટાણા જોડાયા હતા.

Previous articleભાવનગર જિલ્લાના ૪.પ૪ લાખ બાળકોને મીઝલ્સ રૂબેલા રસીના ઈન્જેક્શન અપાશે
Next articleસિહોરમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ, શહેર પોલીસ છાવણીમાં ફેરવાશે