હાય રે રૂપાણી હાય હાય….હાય રે મોદી હાય હાય….ના સુત્રો પોકારી હિંમતનગર કલેકટર કચેરી નજીક સમાન કામ સમાન વેતન ની માંગણી સાથે આશાવકૅર અને ફેસેલિએટર બહેનો ભુખ હડતાલ પર ઉતરી જવા પામી હતી. આશાવકૅર અને ફેસેલિએટર બહેનો એ કરેલ માંગણી અનુસાર આશાવકૅર અને ફેસેલિએટર બહેનો નું શોષણ બંધ કરી લઘુત્તમ વેતન ધારા મુજબ ની માંગણી સાથે મુસાફરી અને મોંઘવારી ભથ્થું ચુકવવામાં આવે સહિત ની માંગણી ઓ કરવામાં આવી હતી.આ ધરણાં ના કાયૅકમ માં મોટી સંખ્યા માં બહેનો એ ઉપસ્થિત રહી સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર પોકારયા હતા.