મામલતદાર કચેરીમાં ઈન્ટરનેટ કનેકટીવીટી ન મળતા  બે દિવસ સુધી કામકાજ ઠપ્પ રહ્યું

1432

પાલીતાણા મામલતદાર કચેરીમાં છેલ્લા બે દિવસથી ઈન્ટરનેટ કનેકટીવીટીનો પ્રોબ્લેમસ સર્જાતા સતત મંગળ અને બુધવાર એમ થઈ શકતા નથી પાલીતાણા શહેર તેમજ તાલુકાના ગામડાની પ્રજા વિવિધ દાખલોઓ, નોનક્રીમીનલ, એફીડેવીટ, રેશનીંગ કાર્ડની કામગીરી આધારકાર્ડ નવા તેમજ સુધારા વધારા ચૂંટણી કાર્ડની એટીવીટી સહિતના ્‌ગત્યના કામો થઈ શકતા નથી ગામડેથી આવતા ખેડુતો, વિદ્યાર્થી સહિતના લોકોના કોઈ કામ થઈ શકતા નથી પ્રજાને ધરમ ધક્કો થયો હતો આખુ મોંઘવારીમાં ટીકીટ ભાડુ તેમજ પેટ્રોલના ભાવો વધતા એક કામ માટે પ્રજાને અનેક ધક્કા ખાવા પડતા લોકો નિશાસા ખાતા પરત ફરવાનો વારો આવેલ આજે સાંજે ૫ કલાકે કનેકટીવી મળી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળેલ છે.

Previous articleમુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ‘હિસ્ટ્રી એન્ડ ફયુચર ઓફ ધ માઉન્ટેડ પોલીસ ઇન ઇન્ડીયા’નું વિમોચન
Next articleવિધાર્થીઓના ડોમીસાઇલ સર્ટી. વેરીફીકેશન ૧૭, ૧૮ના રોજ કરાશે