વિધાર્થીઓના ડોમીસાઇલ સર્ટી. વેરીફીકેશન ૧૭, ૧૮ના રોજ કરાશે

1293

મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક અને નેચરોપેથીમાં પ્રવેશ મેળવવા અરજી કરનાર ગાંધીનગર જિલ્લાના વિધાર્થીઓના ડોમીસાઇલ સર્ટીફીકેટ વેરીફીકેશન માટે ગાંધીનગર પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને એક સમિતીની રચના કરવામાં આવી છે. આ સમિતી દ્વારા તા. ૧૭ અને ૧૮ મી જુલાઇ, ૨૦૧૮ દરમ્યાન સવારના ૧૧ થી બપોરના ૨.૦૦ કલાક સુધી પ્રાંત અધિકારીશ્રીની કચેરી, બીજો માળ, જિલ્લા સેવા સદન, સેકટર-૧૧, ગાંધીનગર ખાતે ડોમીસાઇલ સર્ટીફીકેટર વેરીફીકેશન કરી આપવામાં આવશે, તેવું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.એમ.જાડેજાએ જણાવ્યું છે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.એમ. જાડેજાએ વધુમાં જણાવ્યું છે કે, મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક અને નેચરોપેથી પ્રવેશ માટે- ૨૦૧૮થી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગદ્વારા તા. ૦૪/૦૫/૨૦૧૮ના સુધારા પ્રવેશ નિયમો અન્વયે જે વિધાર્થી ગુજરાત રાજયનો ડોમીાઇલ હોય તેને જ પ્રવેશ આપવામાં આવે છે. જે નિયમોને ઘણા વાલીઓ/ વિધાર્થીઓ દ્રારા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. નામ.કોર્ટ દ્વારા ડીમોસાઇલ વિધાર્થી નો નિયમ યોગ્ય ઠરાવેલ છે. જે ઘણા વિધાર્થીઓ/વાલી દ્વારા ડોમીસાઇલ સર્ટીફીકેટ ખોટી રીતે ( અયોગ્ય રીતે) મેળવેલ હોઇ, તપાસ કરવા વિનંતી કરતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નામ. ગુજરાત હાઇકોર્ટમાં થયેલ એસ.સી.એ નં ૧૦૧૬૪/૨૦૧૮ સંદર્ભે સરકારી વકીલ દ્વારા જણાવ્યા મુજબ ડોમીસાઇલ સર્ટીફીકેટ વેરીફીકેશન કાર્યવાહી એડમીશન પ્રક્રિયાની સાથે સાથે કરવા જણાવ્યું છે. ડોમીસાઇલ સર્ટીફીકેટ વેરીફીકેશનની કામગીરી તા. ૨૦મી જુલાઇ, ૨૦૧૮ સુધીમાં પૂર્ણ કરવાની છે. ગૃહ વિભાગના ઠરાવ અન્વયે ડોમીસાઇલ સર્ટીફીકેટ વેરીફીકેશન અંગે ગાંધીનગર જિલ્લાને સંલગ્ન વિધાર્થઓ માટે પ્રાંત અધિકારીશ્રી, ગાંધીનગરના અધ્યક્ષસ્થાને સમિતીની રચના કરવામાં આવી છે. પ્રવેશ સમિતી ખાતે અરજી કરેલ વિધાર્થીઓના ડોમીસાઇલ સર્ટીફીકેટનું વેરીફીકેશન પ્રાંત અધિકારીની કચેરી, બીજો માળ જિલ્લા સેવા સદન, સેકટર-૧૧, ગાંધીનગર ખાતે તા. ૧૭ અને ૧૮ જુલાઇ દરમ્યાન કરવામાં આવશે.

Previous articleમામલતદાર કચેરીમાં ઈન્ટરનેટ કનેકટીવીટી ન મળતા  બે દિવસ સુધી કામકાજ ઠપ્પ રહ્યું
Next articleહવે ટિકિટ પર ખાણી-પીણીનું મેનુ તેમજ કિંમત પણ છપાશે