GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

2405

ઈતિહાસ
૨૪૬ કઈ કાંસ્ય મૂર્તિ વિશ્વવિખ્યાત છે?
– નટરાજ
૨૪૭ સલ્તનત યુગની એકમાત્ર સ્ત્રી શાસિકા કોણ?
– રઝિયા સુલતાન
૨૪૮ કોને વિદ્વાનો સલ્તનત યુગનો અકબર કહે છે?
– ફિરોઝ તઘલક
૨૪૯ મહંમદ બેગડાએ કયા બે ગઢ જીત્યા?
– જૂનાગઢ અને પાવાગઢ
૨૫૦ દક્ષિણ ભારતમાં કયો મહાન સંગીતકાર તરીકે જાણીતો બન્યો?
– સારંગદેવ
૨૫૧ ઢાઈ દિનકા ઝોંપડા મસ્જીદ કયા આવેલી છે?
– અજમેર
૨૫૨ વિજયનગર રાજ્યની સ્થાપના કોણે કરી?
– હરિહર અને બુક્કરાય
૨૫૩ ત્રણ સમુદ્રના સ્વામી તરીકે કોને ઓળખવામાં આવે છે?
– બુક્કરાય પહેલાને
૨૫૪ વિજયનગરનો સૌથી મહાન રાજવી કોણ હતો?
– કૃષ્ણદેવ રાય
૨૫૫ કયો સમય તેલુગુ સાહિત્યનો સુવર્ણકાળ કહેવાય છે?
– કૃષ્ણદેવ રાયનો સમય
૨૫૬ કૃષ્ણદેવ રાયના સમયમા વિજયનગર સામ્રાજ્ય કેટલા વિભાગમાં વહેચાયેલું હતું?
– ૬ પ્રાંતમાં
૨૫૭ બીજાપુરનો સ્થાપક કોણ હતો?
– યુસુફ આદિલશાહ
૨૫૮ મધ્યયુગનો મહાન રાજ્યકર્તા અને સુધારક કોણ ગણાય છે?
– શેરશાહ
૨૫૯ જમાબંધી પદ્ધતિ કોણે વિકસાવી ?
– રાજા ટોડરમલે
૨૬૦ ટપાલની સુંદર અને વ્યવસ્થિત વ્યવસ્થા કોણે દાખલ કરી?
– શેરશાહ સૂરી
૨૬૧ અકબરને કયો વફાદાર રાજ્યરક્ષક મળ્યો હતો?
– બહેરામખાન
૨૬૨ અકબરે કયા ધર્મની સ્થાપના કરી?
– દિને ઇલાહી
૨૬૩ અકબરે મુખ્ય સલાહકાર તરીકે કોણે નીમ્યો?
– ટોડરમલને
૨૬૪ અકબરના દરબારમાં કુલ કેટલા રાતનો હતા?
– નવરત્નો
૨૬૫ તાજમહાલ કોણે બંધાવ્યો?
– શાહજહાં
૨૬૬ કોહિનૂર અને મયૂરાસન કોણ પોતાની સાથે લઇ ગયો?
– ઈરાનનો નાદિરશાહ
૨૬૭ ઢાકા શેની માટે પ્રખ્યાત હતું?
– મલમલ
૨૬૮ અકબરે કયા ચાંદીના સિક્કા શરુ કાર્ય?
– જલાલી
૨૬૯ મુઘલ સમયમાં રાજભાષા કઈ હતી?
– પર્શિયન
૨૭૦ અકબરના દરબારમાં કુલ કેટલા ચિત્રકારો હતા?
– ૧૭
૨૭૧ હિસ્ટ્રી ઓફ બ્રિટિશ ઇન્ડિયા પુસ્તક કોણે લખ્યું?
– પી.ઈ. રોબર્ટસ
૨૭૨ ગાયકવાડી શાસનને લગતા કેટલા ખતપત્રો મળ્યા છે?
– ૨૪
૨૭૩ પાળિયાલેખો સૌથી વધુ ક્યાંથીમળી આવે છે?
– કચ્છ
૨૭૪ કયા સિક્કાઓ બોડીયા રાજાના સિક્કા કહેવાતા ?
– એડવર્ડ – ૭ ના
૨૭૫ કચ્છના ચલણી સિક્કાઓ કયા નામે ઓળખાતા?
– કોરી
૨૭૬ કયા સિક્કાઓ તાજવાળા અને શાહી પોશાક્વાળા તૈયાર કરાયા?
– રાજા પંચમ જ્યોર્જ
૨૭૭ કયો શાસક ઇતિહાસમાં રંગીલા શાસક તરીકે ઓળખાતો?
– મુહંમદશાહ
૨૭૮ મરાઠા રાજ્યના પ્રથમ પેશ્વા કોણ હતા?
– બાલાજી વિશ્વનાથન
૨૭૯ પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાનો કોની સામે પરાજય થયો?
– અહમદશાહ અબ્દાલી
૨૮૦ પ્લાસીની યુદ્ધ ક્યારે લડાયું?
– ઈ.સ. ૧૭૫૭

Previous articleઅંતે કનુભાઈ કળસરીયા કોંગ્રેસમાં જોડાયા : રાહુલ ગાંધીએ ખેસ પહેરાવ્યો
Next articleસિવિલમાં પુરતા તબીબો નથી છતાં પાટણ મોકલાશે