બારોટ વંદનાની મેગા ફાઈનલમાં ૩પ યુવા કલાકારોએ ભાગ લીધો

1237

સમસ્ત બારોટ સમાજમાં સૌપ્રથમવાર બારોટ વંદના કાર્યક્રમ રાજકોટ બારોટ સમાજ સાંસ્કૃતિક સમિતિ તેમજ ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના સહયોગ દ્વારા સમાજના જ ઉભરતા કલાકારોને નવું પ્લેટફોર્મ આપવા અંતર્ગત નિરવભાઈ રમેશભાઈ ઈલાણી, રાજેશભાઈ સોઢાતર અમદાવાદ, અનિરૂધ્ધભાઈ રીણુકા રાજકોટ, ટીણાભાઈ બારોટ, સાગરભાઈ બારોટ-તળાજા, જયપાલ બારોટ સુરત, હિતેશભાઈ બારોટ ચોટીલા, રાજભા બારોટ (કચ્છ), ધમભા બારોટ (રાજુલા) દ્વારા કાઠીયાવાડી, કચ્છ થી ઉત્તર ગુજરાતના મળી ૩પ ઉભરતા કલાકારોએ આ મેગા ફાઈનલમાં ભાગ લીધો જેના જજ તરીકે ભજન સમ્રાટ લખમણબાપુ બારોટ, કિર્તીદાન ગઢવી, ઓસમાન મીર, નિશાબેન બારોટ રહેલ તેમજ સેમીફાઈનલમાં જજ તરીકે બીરજુ બારોટ, પુનમબેન બારોટ, રાજદિપ બારોટ અને જયદેવ ગોસાઈ સહિતે નિર્ણાયક બનેલ તેમજ બારોટ વંદના કાર્યક્રમમાં સાંસદ પૂનમબહેન માડમ અને રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઈ ડેરે ખાસ ઉપસ્થિત રહેલા આ સર્વે કલાકારોને આશિર્વાદ આપવા સંતો રાજેન્દ્રદાસ બાપુ તોરણીયા (પરબધામ), ઈન્દ્રભારતીબાપુ જાગીર આશ્રમ મહંત તેમજ બારોટ સમાજના સંત શિરોમણી શાંતિદાસબાપુ, લખમણબાપુ, જગમાલ બારોટ, સ્વામીનારાયણ મંદિરના મહંત હરીવલ્લભ સ્વામી, વિવેક સ્વામી તેમજ દરેક જિલ્લા-તાલુકાના તેમજ રાજુલા બારોટ સમાજની પણ ખાસ હાજરી રહેલ.

Previous articleગાંધીનગરમાં રાત્રે ધીમીધારે વરસાદનું આગમન : દહેગામમાં એક કલાકમાં બે ઇંચ
Next articleશેત્રુંજી ડેમ શાળા ખાતે સાંસદ ડો.શિયાળના હસ્તે વૃક્ષારોપણ