આજે સવારે ૯ વાગ્યે આરટીઓથી જ્વેલ્સ સર્કલ રોડ પરના ડીવાઈડરમાં ગામઠીના સૌજન્યથી ૩ર વૃક્ષોનું વૃક્ષારોપણ મેયર મનહરભાઈ મોરી, યુવરાજસિંહ ગોહિલ, ગાર્ડન સુપ્રિટેન્ડન્ટ, કે.કે. ગોહિલ તથા તે વિસ્તારના કોર્પોરેટર દ્વારા કરવામાં આવશે. આ ડીવાઈડરમાં કુલ ૮ર વૃક્ષોનું વૃક્ષારોપણ થનાર છે. બાકીના પ૦ વૃક્ષોનું વૃક્ષારોપણ અલંગના બી.બી. તાયલના સૌજન્યથી રવિવારે કરવામાં આવશે તેમ ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠએ જણાવ્યું હતું.