જા.કે.ઉ. મંડળ સંચાલિત પારેખ અને મહેતા હાઈસ્કુલ તથા એમ.કે. એસ.સી. મોદી ઉચ્ચત્તર માધ્ય. શાળા જાફરાબાદમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવેલ.
જે અન્વયે ધોરણ-૧રની વિદ્યાર્થીનીઓ રાઠોડ દ્રષ્ટિ અને ડાભી મિતલ દ્વારા વસ્તી વિષયક વક્તવ્ય અસરકારક રીતે રજૂ કરેલ. વિશ્વ વસ્તી દિન નિમિત્તે શાળામાં નિબંધ સ્પર્ધાનું આયોજન થયેલ. જેમાં વસ્તી અને વિકાસ, વસ્તી એક વૈશ્વિક સમસ્યા, વસ્તી અને પ્રદુષણ જેવા વિષય વસ્તુ પર ધોરણ-૧૧ અને ૧રના કુલ ર૭ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. જેમાં પ્રથમ સ્થાને રાઠોડ દ્રષ્ટિ, દ્વિતિય સ્થાને ડાભી મિત્તલ અને તૃતિય સ્થાને સોલંકય જયશ્રી આવેલ. વસ્તી દિનની પ્રવૃત્તિઓનું આયોજન અને સંચાલન શાળાના સારસ્વત નારણભાઈ ઢગલ દ્વારા કરવામાં આવેલ.
શાળાના આચાર્ય હરેશભાઈ પુરોહિત, સુપરવાઈઝર પટેલ અને વિજયભાઈ પંડ્યા, જયેશભાઈ પંડયા, એમ.કે. વણકર, કે.જી. રાવ, કેમ્પસ કો-ઓર્ડીનેટર અશોકભાઈ પ્રજાપતિ, નિયામક રામાનંદી દ્વારા નિબંધ સ્પર્ધામાં સહભાગી બાળકોને અભિનંદન પાઠવેલ.