પ્લાસ્ટીકના જબલા, બેગ પર સરકાર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ત્યારે લોકોમાં પ્લાસ્ટીક બેગ નહી વાપરવા માટે ગત શનિવારના રોજ સવારે ૧૧ થી ૮ વાગ્યા સુધી જનજાગૃતિનું કામ વેેલેન્ટાઈન સર્કલ, શામળદાસ કોલેજ પાસે રૂદ્ર ટી.એમ. એક્સ અને ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ-ગાઈડ સંઘ દ્વારા કરવામાં આવ્યું અને રસ્તા પર નિકળતા રાહદારીઓને પ્લાસ્ટીકના ઝબલા-બેગ ન વાપરવા અપીલ કરવામાં આવી અને ર૦ હજાર નોન વુવન બેગનું વિતરણ જનતામાં કરવામાં આવ્યું અને સાથે પર્યાવરણને બચાવવાનો સંદેશ વહેતો કરવામાં આવ્યો. જેના પ્રતિસાદમાં ભાવનગરના નાગરિકોએ સ્થળ પર જ પ્લાસ્ટીક બેગ, ઝબલાનો ત્યાગ કરી સુંદર સહયોગ આપ્યો. સમગ્ર કાર્યક્રમમાં ગિજુભાઈ કુમાર મંદિર, પ્રણામી પ્રા. શાળા, જી.એમ. ડોંડા પ્રા. શાળા, ફાતિમા કોન્વેન્ટ પ્રા. સ્કુલના સ્કાઉટ-ગાઈડ જોડાયા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.