ચોરી કરેલ ૯ લાખનાં મુદ્દામાલ સાથે બે ઝડપાયા

1351

મહુવાના નેસવડ ચોકડી પાસે પુર્વ બાતમી આધારે એલ.સી.બી. ટીમે ચોરી કરેલ ટ્રેકટર અને ટ્રેલર સાથે બે શખ્સોને ઝડપી લઈ પુછપરછ કરતાં અન્ય નવ જગ્યાએથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન મહુવા,માર્કેટ યાર્ડનાં નાંકા પાસે,નેસવડ ચોકડી  તરફ જતાં રસ્તે આવતાં હેડ કોન્સ. એમ.પી.ગોહિલ તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવાને બાતમીરાહે હકીકત મળેલ કે,માનસંગભાઇ પ્રતાપભાઇ ખસીયા રહે. ભાદ્દોડ તા.મહુવા જી.ભાવનગરવાળાએ તેનાં મિત્ર સાથે મળી અગાઉ ટ્રેકટરોની ચોરી કરેલ છે.જે ટ્રેકટરો તેઓ બંને મહુવા,નેસવડ ચોકડી થઇ રાજુલા તરફ વેચવા જવાનાં છે.જે બાતમી આધારે વોચમાં રહેતાં માનસંગભાઇ પ્રતાપભાઇ ગોહિલ રહે.ભાદ્દોડ તા.મહુવા, મહેશ ઉર્ફે કાળુ બાલુભાઇ બાંભણીયા સત્યમ સોસાયટી,ધરાનગર,કોડીનાર જી.ગીર સોમનાથવાળા બંને અલગ-અલગ બે ટ્રેકટર સાથે મળી આવેલ. જે શક પડતી ગણી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા મો.સા. કિ.રૂ.૩૫,૦૦૦/-તથા મહેશ બાંભણીયા પાસેથી આગળ-પાછળ રજી.નંબર વગરનું ટ્રેકટર મળી આવતાં શંકાસ્પદ મિલકત ગણી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા તેની અંગજડતીમાંથી મળી આવેલ મોબાઇલ કિ.રૂ.૫૦૦/- ગણી કુલ રૂ.૮,૩૫,૫૦૦/-નો મુદ્દામાલ સીઆરપીસી કલમઃ-૧૦૨ મુજબ પંચનામાની વિગતે તપાસ અર્થે કબ્જે કરેલ.મજકુરને સીઆરપીસી કલમઃ-૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.

તેઓની પુછપરછ કરતાં બંને ટ્રેકટર પૈકી મહુવાથી તથા બીજુ  ટ્રેકટર બિલખાથી ચોરી કરેલ. આ સિવાય તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શીંગ ચોરી , મોટા ખુંટવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૧૮ મણ કપાસ તથા ૪૦ મણ કપાસની ચોરી અને સાવરકુંડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તુવેરદાળની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.તેમજ તેઓએ તેનાં મિત્ર સુરેશગીરી જમનગીરી ગોસાઇ હાલ-જુનાગઢ જેલવાળા સાથે મળી રાજકોટ બાજુથી  મારૂતિ  કંપનીની વાન, ફોરવ્હીલ પણ ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.જે અંગે ઉપરોકત બંને મારૂતિ કંપનીની કાર ભાદ્દોડ ગામે તેનાં મકાનેથી કિ.રૂ.૯૦,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રાનાંઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં દિલુભાઇ આહિર, મહિપાલસિંહ ગોહિલ, તરૂણભાઇ નાંદવા, જયરાજસિંહ ખુમાણ, કેવલભાઇ સાંગા તથા ડ્રાયવર મહેશભાઇ ભેડા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleસુપ્રીમના વચગાળાના આદેશ પ્રમાણે FRC સમક્ષ ફી દરખાસ્ત ફરજિયાત : શિક્ષણમંત્રી ચુડાસમા
Next articleજોગર્સ પાર્ક પાસેથી ઈંગ્લીશ દારૂ સાથે વિકલાંગ ઝડપાયો